Loading...

રાજસ્થાન-પરિવારમાં 3 મૃત્યુ તો ₹25 લાખની સહાય:સરકાર અન્ય મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપશે; એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 4 બાળકો સહિત 15ના મોત

એડીએમ અંજુમ તાહિરે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારને ₹10 લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જેમના પરિવારે ત્રણ કે તેથી વધુ લોકોને ગુમાવ્યા છે તેમને ₹25 લાખ સુધીની સહાય મળશે.

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ₹2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. વધુમાં, પીએમ રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારને ₹2 લાખ આપવામાં આવશે.

ફલોદીના બાપિની સબડિવિઝનમાં માટોડા ખાતે ભારતમાલા એક્સપ્રેસ વે પર ઓવરટેક કરતી વખતે એક ટેમ્પો ટ્રાવેલર રસ્તાની સાઈડમાં ઉભેલા ટ્રેલરમાં ઘુસી ગયો હતો. મૃતકોમાં ચાર બાળકો, ડ્રાઈવર અને 10 મહિલાઓનો સમાવેશ થાય છે. સોમવારે સવારે મૃતદેહો પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.

અહેવાલો અનુસાર, ટેમ્પો ટ્રાવેલરના મુસાફરો જોધપુરના સુરસાગરથી કોલાયત (બિકાનેર) જઈ રહ્યા હતા જેથી તેઓ દેવઉઠી એકાદશી પર કપિલ મુનિના આશ્રમમાં દર્શન કરી શકે. માટોડા (ફલોદી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરત ફરતી વખતે આ અકસ્માત થયો. ટક્કર એટલી ભયાનક હતી કે ટેમ્પો ટ્રાવેલરના આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો.

આ દરમિયાન, માહિતી મળતાં જ હોસ્પિટલ પહોંચેલા ઘણા પરિવારના સભ્યો પોતાના પ્રિયજનોના મૃતદેહ જોઈને બેભાન થઈ ગયા હતા. ટેમ્પો ટ્રાવેલરમાં સવાર તમામ લોકો જોધપુરના સુરસાગરના રહેવાસી હતા.

માતાના જીદથી ગર્ભવતી પુત્રી પણ સાથે ગઈ, પરંતુ તે પણ બચી શકી નહીં

છાંવરલાલ સાંખલાની પત્ની લતાએ કોલાયત માટે એક ટ્રાવેલર બુક કરાવ્યું હતું. જ્યારે લતાએ તેની પુત્રવધૂને તેની સાથે આવવા કહ્યું, ત્યારે તેણે ના પાડી. વારંવાર કહેવા છતાં પુત્રવધૂ માની નહી તો તેણે તેની ગર્ભવતી પુત્રી દિવ્યાને તેની સાથે આવવા કહ્યું. તેની માતાની વાત માનીને, પુત્રી સાથે જવા સંમત થઈ ગઈ. દિવ્યાના લગ્ન આઠ મહિના પહેલા થયા હતા અને તે ગર્ભવતી હતી.

Image Gallery