Loading...

એક જ પરિવારના 3 સભ્યનાં મોતથી માતમ:બાયડમાં કાર-બાઇક વચ્ચે જોરદાર ટક્કર

બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ગઈકાલે (10 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર પતિ-પત્ની અને તેમનું બાળક જઈ રહ્યાં હતાં ત્યારે એક તેજ રફતાર કાર બાઈક સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેથી બાઈકચાલક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં

મૃતકોનાં નામ

  1. યોગેશ લુજાભાઈ વસૈયા - પતિ (ઉં. 31)
  2. નિરુબેન યોગેશભાઈ વસૈયા - પત્ની (ઉં. 23)
  3. આરવકુમાર યોગેશભાઈ વસૈયા - પુત્ર (ઉં.7)
    1. કેવી રીતે બન્યો બનાવ? અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો હતો. તેઓ ગઈકાલે (10 ઓગસ્ટ) સાંજે છ વાગે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી બલેનો કાર (નં. GJ 01 HY 0804) સાથે ટકરાયા હતા. કારચાલકે ઓવરટેક કરવા જતાં આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક રોડ પર સળગવા લાગી અને કાર રોડની બાજુમાં ખેતરમાં ઘસડાઈ ગઈ.

    પતિનું ઘટનાસ્થળે તો પત્ની-બાળકનાં સારવારમાં મોત આ દુર્ઘટનામાં પિતા યોગેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને બાળક ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે જીતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન બંનેનાં પણ મોત થયાં.

    એક જ પરિવારના 3 સભ્યનાં મોતથી પરિવારનો માળો ખોરવાયો ઘટનાની જાણ થતાંની સાથે લોકોનાં ટોળાં ઊમટયાં હતાં, પરંતુ બાઈકસવારનું સારવાર મળે એ પહેલાં જ મોત થયું હતું, જ્યારે સારવારમાં માતા-પુત્રનાં મોત થતાં એક જ પરિવારના તમામ ત્રણ સભ્યનાં મોતથી પરિવારનો માળો વિખેરાયો છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે વાહનચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે

Image Gallery