3 વર્ષના સર્વજ્ઞને ફિડે રેટિંગ:વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો; આટલી નાની ઉંમરે આનંદ, કાર્લસન, ગુકેશ પણ રમ્યા નહોતા
દરેક સાચી ચાલ પર મળે છે ટોફી અને ચિપ્સ કોચ નિતિન ચૌરસિયા જણાવે છે કે શરૂઆતમાં સર્વજ્ઞને ટ્રેનિંગ આપવી મુશ્કેલ હતી. હળવી ઠપકો આપતા પણ તે રડી પડતો હતો. આવી સ્થિતિમાં, તેમણે એક રસપ્રદ રીત અપનાવી. તેઓ તેને દરેક સાચી ચાલ પર ટોફી કે ચિપ્સ આપીને પ્રોત્સાહિત કરતા. સર્વજ્ઞની ઘડિયાળ દબાવવાની રીત દર્શાવે છે કે તે પોતાના પ્રતિસ્પર્ધીને આરામદાયક રહેવા દેવા માગતો નથી.
ત્રણ ખેલાડીઓને હરાવીને બનાવ્યો રેકોર્ડ ફિડે નિયમો અનુસાર, કોઈ ખેલાડીને શરૂઆતમાં રેટિંગ મેળવવા માટે ઓછામાં ઓછા એક આંતરરાષ્ટ્રીય રેટેડ ખેલાડીને હરાવવો જરૂરી હોય છે. સર્વજ્ઞે માત્ર એક જ નહીં, પરંતુ આવા ત્રણ ખેલાડીઓને હરાવીને રેકોર્ડ સ્થાપિત કર્યો.
- મંગલુરુ: 24મી આરસીસી ઇન્ટરનેશનલ રેપિડ કપમાં 22 વર્ષીય અભિજીત અવસ્થી (રેટિંગ 1542)ને હરાવ્યા.
- ખંડવા: ધૂનીવાલે ઓપનમાં 29 વર્ષીય શુભમ ચૌરસિયા (રેટિંગ 1559)ને માત આપી.
- ઇન્દોર: ડો. અજીત કસલીવાલ મેમોરિયલ ઓપન રેપિડમાં 20 વર્ષીય યોગેશ નામદેવ (રેટિંગ 1696) પર જીત.
- છિંદવાડા: જીએચ રાયસોની મેમોરિયલમાં અભિજીત અવસ્થીને ફરી હરાવ્યો.
આટલી નાની ઉંમરે આનંદ, કાર્લસન, ગુકેશ રમ્યા ન હતા જે ઉંમરે સર્વજ્ઞે ફિડે રેટિંગ મેળવી લીધું, તે ઉંમરે આનંદ, કાર્લસન, ગુકેશ જેવા દિગ્ગજોએ રમવાનું શરૂ પણ નહોતું કર્યું. નંબર-1 મેગ્નસ કાર્લસને 5 વર્ષ, 5 વખત ના વિશ્વ વિજેતા આનંદે 6 વર્ષ, વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશે સાત વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું.
