Loading...

પતંગની દોરી વચ્ચે આવતાં પરિવાર 70 ફૂટ ઊંચા બ્રિજથી પટકાયો:પિતા-પુત્રીનાં સ્થળે જ મોત, મહિલા રિક્ષા પર પડતાં ગંભીર; સ્થળે લોહી જ લોહી, ઉત્તરાયણે 9નાં મોત

14 જાન્યુઆરીને ઉત્તરાયણના પર્વએ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એક પરિવારના ત્રણ સભ્ય 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે પતંગની દોરી અચાનક તેમની સામે આવી ગઈ હતી. દોરી હટાવવા જતા બાઈકચાલકે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવી દીધુ અને પૂલથી 70 ફૂટ નીચે પડી ગયા હતાં. આ ઘટનામાં 7 વર્ષની પુત્રી અને 35 વર્ષીય પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે માતા ચમત્કારિક રીતે નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના કારણે બચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું

મકરસંક્રાંતિનો દિવસ ગુજરાતના નવ પરિવાર માટે કાળમુખો બન્યો છે. બાયડ-ખંભાત અને જંબુસરમાં 3નાં ગળા કપાતા મોત નીપજ્યાં છે. જ્યારે વડોદરામાં પતંગ પકડવાની લહાયમાં એક 10 વર્ષના બાળક અને એક યુવક મળી બે લોકોના મોત થયા છે. તો સાંજના સમયે સુરતની કરુણ ઘટનામાં પિતા-પુત્રી અને રાજકોટમાં બે કારના અકસ્માતમાં બે માસુમ બાળકનું જીવ ગયો છે.

ઘટના-1 સુરતમાં બ્રિજ પરથી પસાર થતાં સમયે આચાનક પતંગની દોરી આડે આવી સુરતના વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ (જે જીલાની બ્રિજ તરીકે જાણીતો છે) પર ગઈકાલે સાંજના 5થી 6 વાગ્યાની વચ્ચે એક ભયાનક અકસ્માત થયો હતો. મકરસંક્રાંતિની રજા પર 35 વર્ષીય રેહાન તેની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે સુભાષ ગાર્ડન ફરવા નીકળ્યો હતો. ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી ઝડપથી પસાર થતી વખતે, અચાનક પતંગની દોરીએ રેહાનના શરીરને અડકી ગઈ હતી, જેથી રેહાને એક હાથે દોરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

70 ફૂટ નીચે પટકાતા પિતા-પુત્રીનું મોત, રિક્ષા પર પડેલી મહિલાને ઈજા ચાલુ બાઈકે દોરી હટાવતી વખતે વાહનનું સંતુલન બગડી ગયું હતુ અને વાહન પૂલના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કરમાં રેહાન, તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા, જે મોટરસાઇકલ પર સવાર હતા, તેઓ બ્રિજથી 70 ફૂટ નીચે ખાબક્યાં હતાં. નીચે પટકાવાથી રેહાન અને તેની પુત્રી આયેશાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે. સ્થળે પિતા-પુત્રીના લોહીનો રેલો ચાલ્યો હતો.

Image Gallery