Loading...

ખેડૂતો અને મિડલ ક્લાસને મોંઘવારીનો ડબલ ઝટકો! યુદ્ધ બાદ હવે વરસાદે વધાર્યું ટેન્શન

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશમાં ચોમાસા અંગે ચિંતાજનક અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, આગામી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થનારો વરસાદ સામાન્ય સરેરાશના માત્ર 90% સુધી જ પહોંચે તેવી શક્યતા છે. જે એપ્રિલ મહિનામાં વ્યક્ત કરાયેલા 92% ના અંદાજ કરતાં પણ ઘણો ઓછો છે. ચોમાસું શરૂ થવાના આરે હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી નીચું અનુમાન છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ભારત આવા ચોમાસાનો સામનો કરવા જઈ રહ્યું છે જે સત્તાવાર રીતે સામાન્ય કરતાં ઓછું રહેવાની ધારણા છે.

કૃષિ ક્ષેત્રમાં સમસ્યા પેદા થઇ શકે છે.

ચોમાસાની આ સિઝન દેશના કૃષિ ક્ષેત્ર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ વર્ષે ચોમાસાનો વરસાદ 90% કરતાં પણ ઓછો રહેવાની 60% જેટલી મોટી શક્યતા છે, જેને હવામાન વિભાગ ડેફિસિઅન્ટ (Deficient) એટલે કે અછતગ્રસ્ત શ્રેણીમાં વર્ગીકૃત કરે છે. હવામાન વિભાગ પાસે સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવાના કોઈ ચોક્કસ માપદંડ નથી, તે માત્ર વરસાદની તીવ્ર અછતનો સંકેત આપે છે. આ સીઝનમાં વરસાદ વધુ ખરાબ થઈને 90% ની મર્યાદાથી પણ ઓછો થાય તેવી શક્યતા 35% છે.

અછતગ્રસ્ત ચોમાસાની શક્યતા 16%

ઐતિહાસિક રીતે દેશમાં આવા અછતગ્રસ્ત ચોમાસાની સંભાવના માત્ર 16% ની આસપાસ જ હોય છે, પરંતુ આ વખતે આ જોખમ બમણા કરતાં પણ વધુ છે. આ અંદાજમાં પ્લસ કે માઈનસ 5% ની ત્રુટિ (margin of error) હોઈ શકે છે. IMDના ડાયરેક્ટર જનરલ એમ. મોહપાત્રાના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં વરસાદની સ્થિતિ અલગ અલગ રહેશે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશના માત્ર 92% જેટલો જ વરસાદ પડી શકે છે.

પૂર્વત્તોર (નૉર્થ-ઈસ્ટ) ભારત: માત્ર ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં જ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 94% થી 104% ની વચ્ચે સામાન્ય વરસાદ થવાની આશા છે.

તાપમાનમાં વધારો: ઓછો વરસાદ પડવાના કારણે આ સીઝનમાં દિવસ અને રાત્રિ બંનેના તાપમાન સામાન્ય કરતાં ઊંચા (higher side) રહેવાની આશંકા છે.