લાલો ફિલ્મના અભિનેતા પર અભિનેત્રીને અભદ્ર મેસેજનો આરોપ લાગ્યો, અભિનેત્રીએ પુરાવા સાથે વીડિયો પોસ્ટ કર્યો
ટેલિવિઝન અને ઓટીટીની બોલ્ડ અભિનેત્રી નેહલ વડોલિયાએ અભિનેતા કરણ જોશી પર મોટો આરોપ લગાવ્યો છે. નેહલનું કહેવું છે કે, કરણે તેને ઈન્સ્ટાગ્રામ પર અશ્લીલ મેસેજ કર્યા હતા. કરણે નેહલના આરોપોને નકારતા કહ્યું તેનું અકાઉન્ટ હેક થયું હતુ. ત્યારબાદ નેહલે પોતાના સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે અને કરણને કહ્યું કે, જો આ અકાઉન્ટ હેક થયું છે. તો પુરાવા દેખાડો.
નેહલે વીડિયોના કેપ્શનમાં લખ્યું સત્ય શું હોય. પુરાવા સાથે, હવે તમને નક્કી કરો કોણ સાચું અને કોણ ખોટું. શું ખરેખર અકાઉન્ટ હેક થયું હતુ. કે પછી પોતાને બચાવવા માટે આ એક નાટક હતુ.