Loading...

આજે વિશ્વ વસ્તી દિવસ:આઝાદી સમયે અમદાવાદની વસતી 8.37 લાખ હતી

દર વર્ષે 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઊજવાય છે. આઝાદી સમયે વર્ષ 1951માં અમદાવાદની વસ્તી 8.37 લાખ હતી. 2025માં 85.53 લાખ થયાનું અનુમાન છે. આ 75 વર્ષમાં અમદાવાદની વસ્તી 10 ગણી થઇ છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના રિપોર્ટ મુજબ, 2031માં શહેરની વસ્તી 91 લાખને પાર થઇ જશે અને ગુજરાતમાં સૌથી ખરાબ સેક્સ રેશિયો ધરાવતા જિલ્લામાં સુરત (772) બાદ અમદાવાદ બીજા સ્થાને (887) રહેવાનું અનુમાન છે. 1961ની વસ્તી ગણતરી પ્રમાણે, અમદાવાદમાં 11.49 લાખ લોકો રહેતા હતા. 1817માં અમદાવાદની વસ્તી માત્ર 80 હજાર હતી.

દર 1000 પુરુષે માત્ર 889 મહિલા 

અમદાવાદમાં સેક્શ રેશિયો 1991માં 897 હતો, દર 1000 પુરષે મહિલાઓની સંખ્યા 897 હતી. દરેક દાયકામાં તેનું પ્રમાણ ઘટતું જ રહ્યું છે. 2001માં સેક્સ રેશિયો ઘટીને 892 થયો હતો. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 904 હતો. 2021માં 892 હતો અને 2025માં 889 થયો છે. 2031માં અમદાવાદનો સેક્સ રેશિયો ગુજરાતમાં બીજો સૌથી ખરાબ 887 હોવાનું અનુમાન છે.

એક સ્ક્વેર કિમીમાં વસ્તી ગીચતા 1055 હોવાનું અનુમાન... 

1991ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરની વસતીગીચતા 567 હતી એટલે કે એક સ્ક્વૅર કિલોમીટરમાં 567 લોકો વસતા હતા. શહેરના 8 હજાર સ્ક્વૅર કિમીના ક્ષેત્રફળૃપોપ્યુલેશન ઇન્સ્ટિટ્યૂટના પ્રોજેક્શન મુજબ, 2025માં શહેરની વસતીગીચતા 1055 હોવાનું અનુમાન છે.

Image Gallery