ભારતે ત્રીજી T20I 7 વિકેટથી જીતી:ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી, 4 બોલર્સે 2-2 વિકેટ લીધી
ટૉપ ઓર્ડરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 12, અભિષેક શર્માએ 35 અને શુભમન ગિલે 28 રન બનાવ્યા.અગાઉ, ધર્મશાલા સ્ટેડિયમમાં રવિવારે સાંજે ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકી ટીમ 117 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટીમે માત્ર 7 રન પર જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં ક્વિન્ટન ડી કોક (1), રીઝા હેન્ડ્રિક્સ (0) અને ડેવાલ્ડ બ્રેવિસ (2) રન બનાવીને આઉટ થયા.તેવામાં એડન માર્કરમે (61 રન) એક છેડેથી ઇનિંગ્સ સંભાળી, જ્યારે બીજા છેડેથી વિકેટો પડતી રહી. માર્કરમે 61 રનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સ રમી, તેના સિવાય ડોનોવન ફરેરાએ 20 રનનું યોગદાન આપ્યું.
ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી, જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને 1-1 વિકેટ મળી.જવાબી ઇનિંગ્સમાં ભારતીય ઓપનર્સે વિસ્ફોટક શરૂઆત અપાવી. અભિષેક-ગિલની જોડીએ 31 બોલમાં 68 રનની ભાગીદારી કરી. અભિષેક શર્મા (18 બોલમાં 35 રન)ના આઉટ થયા બાદ તિલક વર્માએ ટીમને જીત સુધી પહોંચાડી.
બંને ટીમની પ્લેઇંગ-11
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડોનોવન ફેરેરા, માર્કો યાન્સેન, કોર્બીન બોશ, એનરિક નોર્કિયા, લુંગી એન્ગિડી અને ઓટ્ટનીલ બાર્ટમેન.
