પારડીમાં હિટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત:ચાની કીટલી પર કામ કરતા 60 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી કારચાલક ફરાર
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાબુલાલ કિસકુ (ઉંમર આશરે 60 વર્ષ) મૂળ પશ્ચિમ બંગાળના માલ્દાના રહેવાસી હતા અને હાલ ઓરવાડ ખાતે ખેતલાબાપા ચાની કીટલી પર કામ કરતા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 15 ડિસેમ્બર, 2025ની રાત્રે 12:30 વાગ્યે સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે ખેતલાબાપા હોટલના સંચાલક મંગલસિંહ શ્રીરામસિંહ બોરાલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર વાહનચાલકને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના આધારો પર તપાસ શરૂ કરી છે.
