સુરત: કામરેજમાં લોખંડની પ્લેટ પર ટકાવી રાખેલો બ્રિજ આજથી 1 મહિનો બંધ
છેલ્લા બે વર્ષથી નેશનલ હાઇવે પર કામરેજ-ખોલવડ પાસે તાપીબ્રિજને બે વર્ષથી લોખંડની પ્લેટ પર ટકાવી રાખનારું તંત્ર ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી એકાએક જાગ્યું છે અને રાતોરાત બ્રિજને 10 ઓગસ્ટ સુધી બંધ કરી દીધો છે, ભરૂચ તરફથી આવતા વાહનોએ કીમથી ડાયવર્ઝન લઈ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે થઈને આવવું પડશે. જો કે, સુરતથી ભરૂચ તરફ જતા વાહનો માટે કોઈ ફેરફાર નથી. કીમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર ચઢ્યા બાદ ભારે વાહનો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરીને હાઈવેની કનેક્ટિવિટી લઈ શકશે.
એક્સપ્રેસ વે-NH 48ની કનેક્ટિવિટી આ રીતે હશે
ભરૂચથી સુરત સુધીના NH 48 પર તાપી બ્રિજની ડાબી સાઈડથી આવતા ભારે વાહનોએ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર કીમથી ચઢવાનું રહેશે. કીમ તરફથી આ નવા બનેલા એક્સપ્રેસ વે પર ચઢ્યા બાદ પલસાણા તાલુકાના એના ગામ ખાતે ઉતરીને NH 48ની કનેક્ટિવિટી લઈ શકાશે. આ ઉપરાંત ભરૂચથી સુરત સુધીના NH 48 પર આવેલા તાપી બ્રિજની જમણી સાઈડ પરથી જતા વાહનો હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ કરી શકશે.