Loading...

અમદાવાદની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ અને ફાયર વિભાગ સ્કૂલ પર પહોંચ્યું

Dec 17, 2025 11:54 am

ગાંધીનગરના કલોલ રેલવે સ્ટેશન પર આ 4 ટ્રેનને મળ્યું સ્ટોપેજ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે કલોલ સ્ટેશન પર ચાર ટ્રેનોના સ્ટોપેજનું શુભારંભ કર્યો

ગાંધીનગરના કલોલ સ્ટેશન પર વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ, જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ અને મુઝફ્ફરપુર-સબરમતી જનસાધારણ એક્સપ્રેસના સ્ટોપેજનું શુભારંભ કર્યો. આ તમામ ટ્રેનોના સ્ટોપેજથી કલોલ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને સીધી, સુલભ અને સમય બચાવતી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. GIDC છત્રાલમાં કાર્યરત શ્રમિકોને પણ સીધી કનેક્ટિવિટી મળશે અને તેમને ટ્રેન પકડવા માટે મહેસાણા અને અમદાવાદ જવું નહીં પડે. ઉપરાંત વિદ્યાર્થીઓ, નોકરીપેશા વર્ગ, વેપારીઓ, ખેડૂતો તથા સ્થાનિક શ્રમિકોને અન્ય મોટા સ્ટેશનો પર નિર્ભર રહેવું નહીં પડે, જેના કારણે મુસાફરીમાં થતો સમય, શ્રમ અને આર્થિક ખર્ચ—ત્રણેમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ સાથે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ તથા પર્યટનને પણ નવી ગતિ મળશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.

Dec 17, 2025 11:41 am

સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગનું ચેકિંગ

પોંકની ચીજવસ્તુઓમાં ભેળસેળને લઇ ચેકિંગ, ફૂડ વિભાગે 12 જેટલા સેમ્પલ લઇ લેબમાં મોકલ્યા, 10 જેટલી સંસ્થાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા, રિપોર્ટ આવ્યા બાદ ફૂડ વિભાગ કાર્યવાહી કરશે, સ્વચ્છતા રાખવા,તથા ગ્લોવ્ઝનો ઉપયોગ કરવા સૂચના.

Dec 17, 2025 11:41 am

અમદાવાદમાં અનેક સ્કૂલમાં બ્લાસ્ટની ધમકીનો મેઇલ

જેબર,ઝાયડસ,અગ્રસેન, DAV ઇન્ટરનેશનલ સ્કૂલને મેઇલ, વેજલપુરમાં ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકી, બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને રજા અપાઇ, વસ્ત્રાપુરની નિર્માણ, અડાલજની ડિવાઇલ સ્કૂલને ધમકી, કલોલની આવિષ્કાર સ્કૂલને બોમ્બથી ઉડાવાની ધમકી, બપોરે 1.30 કલાકે સ્કૂલમાં બ્લાસ્ટ

Image Gallery