માત્ર 20 દિવસમાં જ ઊભું કરાયું રહેમાન ડકૈતનું સામ્રાજ્ય!:500 કારીગરોએ રાત-દિવસ જોયા વિના થાઇલેન્ડના બેંગકોકમાં બનાવ્યું પાકિસ્તાનનું 'લ્યારી'
6 એકરમાં ફેલાયેલો વિશાળ સેટ 20 દિવસમાં ઊભો કરાયો
'ધુરંધર' ફિલ્મની શૂટિંગ ભારતના મુંબઈ, ચંદિગઢ અને લદ્દાખ ઉપરાંત થાઇલેન્ડના બેંગકોકમાં થયું છે. પાકિસ્તાનથી હજારો કિલોમીટર દૂર બેંગકોકમાં ફિલ્મ મેકર્સે એક ભવ્ય સેટ તૈયાર કરાવ્યો. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ સેટનું ડિઝાઈન પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ. જોહરે કર્યું છે. તાજેતરમાં તેમણે આ પ્રોજેક્ટના સ્કેલ અને લોજિસ્ટિક્સ વિશે વાત કરી.
થાઈલેન્ડમાં પાકિસ્તાનનું લ્યારી બનાવ્યું
'હોલિવૂડ રિપોર્ટર ઇન્ડિયા' સાથેની વાતચીતમાં ડિઝાઈનર સૌની એસ. જોહરે કહ્યું કે, 'અમારે 20 દિવસમાં 6 એકરમાં સેટ બનાવવાનો હતો, અને એ પણ એક એવા દેશમાં, જ્યાં અમે ભારતથી વધારે લોકોને લઈ જઈ શકીએ તેમ નહોતા. અમે અહિંયાથી 500 લોકોને લઈ જઈ શકતા નહોતા. તેથી અમે ત્યાંના આર્ટિસ્ટ્સ સાથે કોલબરેશન કર્યું. આ નિર્ણય ક્રિએટિવ ફ્રીડમ અને લોજિસ્ટિક્સ માટે લીધો, જેથી જગ્યા કે શેડ્યૂલમાં સમસ્યા ઊભી ન થાય.'
'500 લોકોએ 20 દિવસ 24 કલાક કામ કર્યું છે'
20 દિવસમાં આટલો વિશાળ સેટ ઊભો કરવો કંઈ નાની વાત નથી. ડિઝાઈનર જોહરે કહ્યું, 'વધુ પડતો મેનપાવર (કારીગરો) સ્થાનિક હતા, સાથે ભારતની નાનકડી કોર ટીમ. થાઈ મેનપાવર 300-400 લોકોનું હતું, કુલ મળીને 500 લોકોએ 20 દિવસ સુધી ઘડિયાળના કાંટા સાથે સ્પર્ધા કરીને 6 એકરમાં સેટ ઊભો કરી દીધો. પરિણામે લ્યારીની સાંકડી શેરીઓ, ગગનચૂંબી ઈમારતો અને ગંદી બનાવટ...બધુ જ હુબહુ રીક્રિએશન, જે ફિલ્મમાં હાઈ-સ્ટેક્સ એક્શન અને સ્પાઈ સિક્વન્સ માટે પરફેક્ટ હતું.'
થાઈલેન્ડે જગ્યા, ઋતુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પરફેક્ટ કોમ્બિનેશન આપ્યું
આ બધાંમાં શૂટિંગનું ટાઇમિંગ મહત્વની ભૂમિકા ભજવે છે. ફિલ્મની શૂટિંગ જુલાઈમાં શરૂ થઈ હતી, જે સમયે મુંબઈમાં ભારે વરસાદ હોય. ડિઝાઈનરે કહ્યું, 'અમારા સ્ટાર્સ અને સ્કેલ સાથે મુંબઈમાં શૂટિંગ કરવું અશક્ય હતું. અમને 6 એકર જગ્યાની જરૂર હતી, જેથી સ્ટૂડિયો તો વિકલ્પ જ નહોતો. જુલાઈમાં મુંબઈમાં સેટઅપ કરવું મુશ્કેલ હતું. થાઈલેન્ડે ઋતુ, જગ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું યોગ્ય કોમ્બિનેશન આપ્યું.
મુંબઈમાં પણ ઊભો કરાયો 4 એકરમાં સેટ
થાઈલેન્ડમાં લ્યારીનો મુખ્ય પાર્ટ શૂટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈમાં પણ મોટો સેટ બનાવવામાં આવ્યો હતો. મુંબઈ નજીક આવેલા મઢ આઈલેન્ડ પર પણ 4 એકરનો એક્શન સીન માટે સેટ ડિઝાઈન કરાયો હતો. ડિઝાઈનર જોહરે કહ્યું, 'તે ખૂબ વિશાળ સેટ હતો. તેમાં ઘણું બધું એક્શન હતું. ઘણા બધાં બ્લાસ્ટ સિક્વન્સ પણ હતા. આ સેટ્સ પરથી મેકર્સે સેફ્ટી અને વિઝ્યુઅલ ઇમ્પેક્ટ વિના મોટા સિક્વન્સ શૂટ કર્યાં.'
ધુરંધર' ફિલ્મની 'ધુરંધર' કાસ્ટિંગ
'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' ફેમ ડિરેક્ટર આદિત્ય ધરે 'ધુરંધર'નું ડિરેક્શન કર્યું છે. જિયો સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ એક્શન-પેક્ડ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં પાકિસ્તાની રાજનેતાઓ, ગેંગ્સટર્સ અને આતંકી નેટવર્કને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય જાસુસ અને એજન્ટની ભૂમિકા ભજવી રહ્યો છે.
