Loading...

ધુમ્મસના કારણે IND-SA ચોથી T20 મેચ રદ:હાર્દિક પંડ્યા માસ્ક પહેરેલો જોવા મળ્યો, હવે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે

3 કલાકથી વધુ સમય સુધી ફેન્સે રાહ જોઈ

લખનઉના ઈકાના સ્ટેડિયમમાં સાંજે 6 વાગ્યાથી ફેન્સ પહોંચી ગયા હતા. તેઓ આશરે સાડા ત્રણ કલાક સુધી મેચ શરૂ થવાની રાહ જોતા રહ્યા, પરંતુ ધુમ્મસ ઓછું થયું નહીં. આવી સ્થિતિમાં ફેન્સને નિરાશ થઈને પરત ફરવું પડ્યું.

2 વર્ષ પહેલા ધર્મશાળામાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ રોકવામાં આવી હતી

2 વર્ષ પહેલા 2023 વનડે વર્લ્ડ કપ દરમિયાન ધુમ્મસના કારણે ભારત-ન્યૂઝીલેન્ડ મેચને રોકવામાં આવી હતી. 15થી 20 મિનિટ માટે થોડા સમય સુધી મેચ રોકાયા બાદ મુકાબલો શરૂ થયો હતો. તે મુકાબલો ભારતે 4 વિકેટથી જીત્યો હતો.

Image Gallery