Loading...

દિલ્હી એરપોર્ટ પર પાઇલટની ગુંડાગીરી:7 વર્ષની પુત્રી સામે પાઇલટે પેસેન્જર સાથે મારામારી કરી, લોહીથી લથપથ પિતાનો ચહેરો જોઈને દીકરી આઘાતમાં; પાઇલટ સસ્પેન્ડ

પીડિત મુસાફરે શું આરોપ લગાવ્યો?

મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું - મને અને મારા પરિવારને સુરક્ષા તપાસ માટે સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી લાઇન પર જવાનું કહેવામાં આવ્યું, કારણ કે અમારી સાથે સ્ટ્રોલરમાં 4 મહિનાનું બાળક હતું. મારી આગળ સ્ટાફનો સભ્ય વચ્ચે લાઈનમાં ઘૂસી રહ્યો હતો. જ્યારે મેં તેને ટોક્યો ત્યારે કેપ્ટન વીરેન્દ્ર ગુસ્સે થયો અને પૂછ્યું, "શું તમે અભણ છો અને આ એન્ટ્રી સ્ટાફ માટે છે તેઓ બોર્ડ વાંચી શકતા નથી?"

ઝઘડો થયો અને પાઇલટે મારા પર હુમલો ક્યો. તેણે મારામારી કરી, જેના કારણે હું લોહીલુહાણ થઈ ગયો. મારી 7 વર્ષની દીકરીએ પોતાના પિતાને નિર્દયતાથી માર મારતાં જોયા. તે હજુ પણ આઘાતમાં છે અને ડરી ગઈ છે.

મુસાફરે એક પોસ્ટમાં પોતાની સમસ્યાઓનું વિગતવાર વર્ણન કર્યું.

  • તેનું વેકેશન બગડ્યું અને તેને ડૉક્ટર પાસે જવું પડ્યું.
  • તેની પુત્રી આઘાતમાં છે. તેણે તેની પુત્રીનો રડતો વીડિયો પણ શેર કર્યો.
  • શું એરલાઇન્સે આવા પાઇલટ્સને ઉડાન ભરવાની મંજૂરી આપવી જોઈએ?
  • દિલ્હી એરપોર્ટ પર સ્ટાફ એન્ટ્રીમાં મુસાફરો અને બાળકોનું જવાથી પણ સલામતી જોખમાય છે.
  • તેમને પત્ર લખવા મજબૂર કર્યા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ આ મામલાને આગળ નહીં વધારે.
  • તેમની પત્ની પ્રાથમિક સારવારની વિનંતી કરતી રહી. 45 મિનિટ પછી જ યોગ્ય પ્રાથમિક સારવાર આપવામાં આવી.
  • દિલ્હી પોલીસે પણ ફરિયાદ નોંધી ન હતી; તેમના પાછા ફર્યા પછી તેઓ આવું કરશે તેની કોઈ ગેરંટી નથી.

પેસેન્જરની આપવીતી, જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી...

એર ઇન્ડિયાના તમારા એક પાઇલટ, કેપ્ટન વીરેન્દ્ર સેજવાલે દિલ્હી એરપોર્ટના T1 પર મારી સાથે મારપીટ કરી. મને અને મારા પરિવારને તે સિક્યોરિટી ચેકનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું, જે સ્ટાફ ઉપયોગ કરે છે, કારણ કે અમારી સાથે 4 મહિનાનું બાળક સ્ટ્રોલરમાં હતું. સ્ટાફનો સભ્ય મારી આગળ લાઇનમાં વચ્ચે ઘૂસી રહ્યો હતો.

જ્યારે મેં તેમને રોક્યા ત્યારે કેપ્ટન વીરેન્દ્ર, જે પોતે લાઇનમાં વચ્ચે ઘૂસી રહ્યા હતા, તેમણે મને પૂછ્યું કે શું હું અભણ છું જે આ વાંચી શકતો નથી કે એન્ટ્રી સ્ટાફ માટે છે. આ પછી બોલાચાલી થઈ ગઈ. પોતાના પર કાબૂ ન રાખી શકવાને કારણે પાઇલટે મારી સાથે મારપીટ કરી, જેમાં મને લોહી નીકળ્યું. તેના શર્ટ પર જે લોહી છે એ પણ મારું જ છે.

મારી રજાઓ બરબાદ થઈ ગઈ. અહીં આવીને મેં સૌથી પહેલા ડોક્ટરને બતાવ્યું. મારી 7 વર્ષની દીકરી, જેણે તેના પિતાને નિર્દયતાથી માર ખાતા જોયા, તે હજુ પણ આઘાતમાં છે અને ડરી ગઈ છે. મને સમજાતું નથી કે DGCA અને એર ઇન્ડિયા એક્સપ્રેસ આવા પાઇલટોને ઉડાન ભરવાની મંજૂરી કેવી રીતે આપી શકે.

જ્યારે તેઓ મારામારીમાં પોતાનો સંયમ ગુમાવી શકે છે, તો શું આકાશમાં સેંકડો લોકોના જીવ તેમના ભરોસે છોડી શકાય? દિલ્હી એરપોર્ટ આનાથી કેવી રીતે બચી શકે? સ્ટાફ એન્ટ્રીને બાળકોવાળા મુસાફરો સાથે ભેળવીને એક સંવેદનશીલ સુરક્ષાક્ષેત્રમાં અરાજકતા પેદા કરી રહ્યું છે?

મને લાગતું હતું કે એરપોર્ટ સુરક્ષિત જગ્યાઓ હોય છે. મને એક પત્ર લખવા માટે મજબૂર કરવામાં આવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે હું આ મામલાને આગળ ન વધારું. હું કાં તો તે પત્ર લખતો અથવા મારી ફ્લાઇટ ચૂકી જતો અને 1.2 લાખની રજાઓાનું બુકિંગ બરબાદ કરી દેતો.

દિલ્હી પોલીસ જણાવે, શું પાછા આવ્યા પછી હું ફરિયાદ કેમ નોંધાવી શકતો નથી. શું મને ન્યાય મેળવવા માટે મારા પૈસા પણ ખર્ચ કરવા પડશે. શું મારા દિલ્હી પાછા આવવા સુધીમાં 2 દિવસમાં CCTV ફૂટેજ ગાયબ થઈ જશે.

એરપોર્ટ પર મુસાફરોએ મારામારી કરી, લાતો અને મુક્કા માર્યા: કેટલાક રડ્યા, કેટલાકે હોબાળો મચાવ્યો;

Image Gallery