ધ્રાંગધ્રા સબ જેલમાંથી મોબાઇલ મળ્યો, ધ્રાંગધ્રા સિટી પોલીસે ગુનો નોંધ્યો
ધ્રાંગધ્રા સબ જેલના બેરક નંબર 7ના બાથરૂમમાંથી મોબાઇલ ફોન મળ્યો
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર SOG દ્વારા ધ્રાંગધ્રાની સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ધ્રાંગધ્રા સબ જેલના બેરક નંબર 7ના બાથરૂમમાંથી મોબાઇલ ફોન મળી આવતા સબ જેલ સ્ટાફમાં સોપો પડી ગયો હતો.
ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
અનેક વખત ધ્રાંગધ્રાની સબ જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન મોબાઈલ ફોન ઝડપી લીધો છે. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. હાલ પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
