Loading...

પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર:ધોરણ 12 સાયન્સનું 41.56 ટકા પરિણામ જાહેર, 5735 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની નિયમિત પરીક્ષા માર્ચમાં યોજાઈ હતી, જે બાદ જૂન મહિનામાં પૂરક પરીક્ષા યોજાઈ હતી. ત્યારે આજે (12 જુલાઈ) ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સમાં 41.56 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધો-12 સાયન્સનું 41.56% પરિણામ ધોરણ 12 સાયન્સમાં 19,251 વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી, જેમાંથી 16, 789 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ પૈકીના 6,978 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે 41.56 ટકા પરિણામ આવ્યું છે. A ગ્રુપનું પરિણામ 46.32 ટકા આવ્યું છે, B ગ્રુપનું પરિણામ 40.47 ટકા આવ્યું છે, જ્યારે AB ગ્રુપનું પરિણામ 37.50 ટકા આવ્યું છે.

5,735 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં પાસ થયા હોય પરંતુ પરિણામ સુધારવા ઇચ્છતા હોય તેવા 7,547 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 5,735 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું છે જ્યારે 1,812 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું નથી.