Loading...

અમદાવાદમાં ગ્રાન્ડ સગાઈ રિસેપ્શન યોજાયું, ખજૂરભાઈ સહિતના સેલિબ્રિટીઓ કપલ સાથે ગરબે ઘૂમ્યાઅમદાવાદમાં ગ્રાન્ડ સગાઈ રિસેપ્શન યોજાયું, ખજૂરભાઈ સહિતના સેલિબ્રિટીઓ કપલ સાથે ગરબે ઘૂમ્યા

અમદાવાદના YMCA ક્લબ ખાતે ભવ્ય રિસેપ્શન યોજાયું અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી YMCA ક્લબ ખાતે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. આ પ્રસંગે કિંજલ દવે લાલ રંગની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે તેના મંગેતર ધ્રુવીન શાહે પણ તેની સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી.

ગુજરાતી કલાકારોનો જમાવડો આ પ્રસંગ માત્ર પારિવારિક ઉત્સવ ન રહેતા ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું. રિસેપ્શનમાં જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. ગીતા રબારી, વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, તત્સત અને આરોહી, કુશલ મિસ્ત્રી,ખજૂર (નીતિન જાની), તરુણ જાની, 'લાલો' ફિલ્મની ટીમ, જતીન અને પાર્થ (પરમ મિત્ર ટીમ) હાજર રહી હતી

ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટી કિંજલ અને ધ્રુવીન સાથે ગરબે ઘૂમ્યા રિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને ઉપસ્થિત તમામ કલાકારોએ મન મૂકીને ગરબા કર્યા હતા. ગુજરાતી કલાકારોના સૂર અને તાલે આખી સાંજ ગુંજી ઉઠી હતી અને મહેફિલમાં એક અલગ જ રોનક જોવા મળી હતી.

વિવાદોની વચ્ચે ખુશીનો પ્રસંગ નોંધનીય છે કે, કિંજલ દવેની આ સગાઈ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અગાઉ થયેલી કેટલીક સામાજિક ગૂંચવણો અને સમાજના વિરોધને કારણે આ બાબત સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની હતી. ચાહકોનો મોટો વર્ગ કિંજલના આ નવા જીવનના આરંભને આવકારી રહ્યો છે. બીજી તરફ સામાજિક કારણોસર કેટલાક લોકો દ્વારા હજુ પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે, આ તમામ વિવાદોને બાજુ પર રાખીને કિંજલ અને તેના પરિવારે આ ખુશીના અવસરને ધામધૂમથી ઉજવ્યો હતો.