Loading...

PMનું વતન વડનગર બનશે ગુજરાતનું પ્રથમ ‘સ્લમ-ફ્રી’ સિટી

ઐતિહાસિક નગરી વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવા અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા વિશેષ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આગામી સમયમાં વડનગર ગુજરાતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત એટલે કે સ્લમ ફ્રી સિટી બનવા જઈ રહ્યું છે. વિકાસ કામોમાં નડતરરૂપ 15 વિસ્તારના 300 થી પણ વધુ દબાણ દૂર કરી અહી બગીચા,પ્લે ગ્રાઉન્ડ, હોકર્સ ઝોન(પાથરણાં બજાર)સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.ચોમાસા બાદ આ કામગીરી હાથ ધરાશે છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તાજેતરમાં મળેલી સમિતિની બેઠકમાં 300 પરિવારોને આવાસની પાલિકાની યાદી કમિટિ દ્વારા મંજૂર કરાતાં હવે કામગીરીને વેગ મળશે. સ્થળ પસંદગી સહિતની ચર્ચા કરાઈ હતી.

કમિટીની શું જવાબદારી રહશે

  • શહેરના નવિનવિકાસ કામોના પ્રોજેક્ટમાં નડતરરૂપ દબાણો દૂર કરી અસરગ્રસ્ત કુટુંબો પૈકી પાત્રતા ધરાવતા કુટુંબોની યાદીનું આખરીકરણ અસરગ્રસ્ત ઝુંપડવાસીઓને જમીન ની ઓળખ ,જમીન મેળવવાની યાદી-ખરીદી કરવાની રહશે.
  • પાલિકા દ્વારા કરવામાં આવેલ સ્લમ સર્વેને મંજૂરી આપવામાં આવશે
  • ફેઝ વાઈઝ ઝુંપડપટ્રી દૂર કરાવી તેમને પાકા મકાનો મળે તે મુજબનું આયોજન કરવાનું રહશે.
  • ગુણવત્તાના ધોરણો જળવાય તે માટે દેખરેખ રાખવી.
  • ઝુંપડપટ્ટીવાસીઓને હયાત જગ્યાએથી ખસેડી તેમના માટે પાકા આવાસ નિર્માણ ન થાય ત્યાં સુધી તેઓ માટે હંગામી રહેણાંકની વ્યવસ્થા કરાવવાની અથવા ઝુંપડવાસી કુટુંબ દીઠ ભાડાની રકમ નક્કી કરી પ્રતિમાસ ભાડાની રકમ ફાળવવાની વ્યવસ્થા કરવી.

15 વિસ્તારમાં 7 કરોડની જમીન દૂર કરાશે

1. સોમનાથ મંદિર સામે :( 4717.09 ચો.મી )

2. સોમનાથ મંદિર નજીક દેવીપૂજકવાસ :(1943.46 ચો.મી)

3. રોયલ સ્કૂલ નજીક ઠાકોરવાસ (2096.64 ચો.મી)

4.રેલવે સ્ટેશન નજીક દેવીપૂજકવાસ (4051.79 ચો.મી)

5. હાટકેશ્વર રોડ ઠાકોરવાસ (2237.67 ચો.મી)

6. નદીઓળ નાળા પાસે ઓડવાસ (6072.01 ચો.મી)

7. કીર્તિ તોરણ દેવીપૂજકવાસ (2147.49 ચો.મી)8. શર્મિષ્ઠા તળાવ ઠાકોરવાસ (7264.64 ચો.મી)

9. અમરથોળ દરવાજા મ્યૂઝિયમ નજીક (478.03 ચો.મી)

10. અમરથોળ દરવાજા નજીક(716.84 ચો.મી)

11.પીઠોરી દરવાજા નજીક દેવીપૂજકવાસ (4270.05 ચો.મી)

12. ઘાંસકોળથી પીઠોરી દરવાજા નજીક (6610.43 ચો.મી)

13. ઘાંસકોળ દરવાજા નજીક બનિયાપરુ(745.45 ચો.મી)

14. 3118 ગ્રાઉન્ડ પાસે કોલેજ વોલ (1840.34 ચો.મી)

15. બી.એન.હાઈસ્કૂલ લવારિયાવાસ (530.20 ચો.મી)

બે વર્ષમાં વડનગરની સુરત બદલાઈ જશે શહેરમાં 300 જેટલા દબાણ કારો પરિવારોનો દબાણ હટાવી તેમને પાકા આવાસ પણ મળશે અને દબાણ દૂર થતાં જમીન પણ ખુલ્લી થશે.અને બે ઘર પરિવારોને પાકા મકાનો મળશે.50 ચો.મી.પ્લોટની અંદર બાંધકામ થશે.આવાસની સાથે કોમ્યુનિટી હોલ,રોડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.જે માર્ગો પર દબાણો દૂર કરાશે ત્યાં વિકાસના કામો કરાશે. આગામી બે વર્ષમાં વડનગરની સુરત બદલાઈ જશે.

કુલ 45,722 ચોરસ મીટર જમીન ખુલ્લી થશે વડનગરની કેમ પસંદગી કરાઈ વડનગરને વૈશ્વિક કક્ષાના પ્રવાસન સ્થળે કે વિકસાવવાનુ આયોજન હાથ ધરાયું છે ત્યારે સરકાર દ્વારા વડનગર માટે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. 300થી વધુ દબાણો દૂર કરી દબાણકારોને નુકસાન ન થાય તે માટે સરકાર માનવતાના ધોરણે આવાસો બનાવી આપશે. દબાણો દૂર થાય બાદ રૂ.7 કરોડથી વધુની જમીન ખુલ્લી થશે.

કમિટીમાં કોણ હશે

  • કલેકટર, મહેસાણા (અધ્યક્ષ)
  • પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની ઝોનલ કચેરી,ગાંધીનગર (સભ્ય)
  • નિવાસી અધિક કલેકટર, મહેસાણા (સભ્ય)
  • જિલ્લા નગર આયોજન અધિકારી,મહેસાણા (સભ્ય)
  • ચીફ ઓફિસર,વડનગર પાલિકા,સભ્ય સચિવ)