વડોદરા NH-48 પર કારચાલકે દાદી-પૌત્રને ઉડાવ્યાં, બંનેનાં મોત:રોડ ક્રોસ કરતાં હતાં ને કાળમુખી કારે ટક્કર મારી, ગામડેથી દીકરાના ઘરે આવતાં હતાં; પરિવારની ન્યાયની માગ
દાદી અને પૌત્ર રોડ ક્રોસ કરતાં કાળમુખી કારે અડફેટે લીધાં વડોદરા શહેરના બાપોદ વુડાના મકાનમાં રહેતા અને મૂળ પંચમહાલના શનાભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી (ઉંમર વર્ષ 70) અને દીકરો વનરાજ સોલંકી (ઉંમર વર્ષ 10, મૂળ નિશાળ ફળિયું, વાછાવડ કલોલ પંચમહાલ) ગામડેથી મારા ઘરે બાપોદ વુડાના મકાનમાં આવતાં હતાં એ દરમિયાન આ રોડ ક્રોસ કરતા સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.
18 ડિસેમ્બરે વડોદરા-સુરતની 30 મુસાફર ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી હતી વડોદરાથી સુરત તરફ જતા નેશનલ હાઇવે 48 પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારતાં 10થી વધુ માસુફરોને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને લઇ કરજણ ફાયર અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. ઇજાગ્રસ્ત લોકોને પહેલા કરજણ હોસ્પિટલ અને ત્યાર બાદ ચાર મુસાફરોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત, બેનાં મોત-માંસના લોચા અને લોહીનાં ખાબોચિયાં ભરાયાં અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વડોદરા શહેર નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બે મિત્રોનાં મોત. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા બાઈકસવારને ગંભીર ઈજા પહોંચતાં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું, જોકે આ અકસ્માતમાં હાઈવે પર માંસના લોચા અને લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં
