સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટીને 82,150ના ટ્રેડ પર :નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઘટાડો
આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, એટલે કે સોમવાર, 14 જુલાઈના રોજ, સેન્સેક્સ 350 પોઈન્ટ ઘટીને 82,150 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો થયો છે, તે 25,055ના સ્તરે છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રાના શેરમાં 1.5% ઘટાડો થયો છે. ટાઇટન, સન ફાર્મા અને પાવર ગ્રીડમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરો નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. NSEના IT, મીડિયા, ફાર્મા અને FMCG શેરોમાં 1% સુધીનો ઘટાડો થયો છે. બેંકિંગ અને રિયલ્ટી શેરોમાં ઉછાળો આવ્યો છે.
ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.25% ઘટીને 39,470 પર અને કોરિયાનો કોસ્પી 0.094% વધીને 3,179 પર ટ્રેડ કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.043% વધીને 24,150 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.43% વધીને 3,525 પર બંધ થયો.
- 11 જુલાઈના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.63% ઘટીને 44,372 પર બંધ થયો. આ દરમિયાન, નેસ્ડેક કમ્પોઝિટ 0.22% ઘટીને 20,585 પર અને S&P 500 0.33% ઘટીને 6,260પર બંધ થયો.
11 જુલાઈના રોજ વિદેશી રોકાણકારોએ 5,104 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા
- 11 જુલાઈના રોજ, વિદેશી રોકાણકારો (FIIs) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 5,104.22 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DIIs) એ રૂ. 3,558.63 કરોડની નેટ ખરીદી કરી હતી.
- જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રૂ. 10,284.18 કરોડના શેર વેચ્યા છે. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારોએ રૂ. 12,402.98 કરોડની નેટ ખરીદી કરી છે.
- જૂન મહિનામાં, વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 7,488.98 કરોડની રહી હતી. તેમજ, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 72,673.91 કરોડની નેટ ખરીદી કરી હતી.
શુક્રવારે બજાર લગભગ 700 પોઈન્ટ ઘટ્યું હતું
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવાર (11 જુલાઈ) ના રોજ, સેન્સેક્સ 690 પોઈન્ટ ઘટીને 82,500 પર બંધ થયો. નિફ્ટી 205 પોઈન્ટ ઘટીને 25,150 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરોમાં ઘટાડો થયો અને 7 શેરોમાં વધારો થયો. TCS, મહિન્દ્રા અને ટાટા મોટર્સ સહિત કુલ 14 શેરોમાં 1% થી 3.5% ઘટાડો થયો. હિન્દુસ્તાન યુનિલિવર 4.65% વધીને બંધ થયો.
નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર ઘટ્યા અને 11 શેર વધ્યા. NSE IT શેર 1.78%, Auto શેર 1.77%, Media શેર 1.60% અને Realty શેર 1.21% ઘટ્યા. બીજી તરફ, FMCG, Pharma અને Healthcare શેર વધારા સાથે બંધ થયા.