આંધ્રપ્રદેશમાં ટાટાનગર-એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, 1નું મોત:યાત્રીઓએ ચેન ખેંચીને ટ્રેન રોકી, 2 AC કોચ બળીને ખાક
એક કોચમાંથી બીજા કોચમાં આગ ફેલાઈ
રિપોર્ટ્સ અનુસાર, પહેલા ટાટાનગર એર્નાકુલમ એક્સપ્રેસના B1 કોચમાં આગ લાગી, પછી આગ M2 કોચમાં ફેલાઈ ગઈ. આગની જ્વાળાઓ જોઈને ગભરાયેલા મુસાફરોએ ઇમરજન્સી ચેન ખેંચી અને ટ્રેનમાંથી બહાર ભાગ્યા. ટ્રેનના બંને કોચ બળી ગયા છે, જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો.
AC કોચમાં આગ કેવી રીતે લાગી શકે છે
- AC કોચ સંપૂર્ણપણે વીજળી પર ચાલે છે, તેથી વાયર કપાઈ જવા, ઢીલા કનેક્શન અથવા વાયરિંગ જૂના થઈ જવાને કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે.
- કોચના AC કે ઇલેક્ટ્રિક પેનલ ગરમ થવાથી, કોમ્પ્રેસર કે મોટરમાં ખામી સર્જાવાથી આગ લાગી શકે છે.
- મોબાઇલ ચાર્જર કે એક્સટેન્શન બોર્ડમાં ઓવરલોડિંગને કારણે આગ લાગે છે.
- આ ઉપરાંત, મુસાફરો દ્વારા કોચની અંદર સિગારેટ, માચિસ, લાઇટર કે જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ કરવાથી આગ લાગી શકે છે.
