Loading...

નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ:ઉત્તર તરફથી ફૂંકાતા પવનોને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ

ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ બન્યો છે અને લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા નજરે પડે છે. તો ક્યાંક લોકો વહેલી સવારે યોગા, કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ક્યાંક વધારો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.

રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધી ગયો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 14.8 ડિગ્રી, ગાંધીનગર અને ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી અને ભુજમાં 14.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. ભાવનગરમાં 16.6 ડિગ્રી જ્યારે રાજકોટમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં 14.6 ડિગ્રી અને કેશોદમાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે.

નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા હોવાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે લોકો ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.