સુરતમાં 'AAP' નેતાના સાગરીતનો હપ્તા લેતો VIDEO:સસ્તા અનાજના વેપારીઓને કાળાબજારી કહી વીડિયો બનાવી ડરાવી લાખો ઉઘરાવતા; મહામંત્રી શ્રવણ જોષી વિરુદ્ધ ફરિયાદ
સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા આરોપી શ્રવણ જોષી અને તેનો સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા હતા. વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગેહાથ પકડવાનું આયોજન કર્યું હતું. જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો, ત્યારે વેપારીએ તેને એક લાખ રૂપિયા આપતો વીડિયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વીડિયોમાં સંપત ચૌધરી પીળા રંગના ટી-શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે.
દુકાનદાર પાસેથી દર મહિને 25,000નો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો શ્રવણ જોષી પર આરોપ છે કે તેણે એકસાથે 10 જેટલા દુકાનદારો પાસેથી ખંડણી વસૂલવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. એક અનાજની દુકાનદાર પાસેથી દર મહિને 25,000 રૂપિયાનો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો. કુલ 10 દુકાનો માટે સાડા ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વેપારીઓને ડરાવવા માટે શ્રવણ જોષી 'આપ'નો ખેસ પહેરીને દુકાને જતો અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપીને વીડિયો બનાવતો હતો, જેથી વેપારીઓ ગભરાઈને પૈસા આપવા તૈયાર થઈ જાય.
'પૈસા પહોંચી જશે તો કોઈ તકલીફ આવશે નહીં' એટલું જ નહીં, વીડિયોમાં સંપત ચૌધરી એવું પણ કહે છે કે, 'પોલીસ હોય, અનાજના વેપારીઓ હોય કે પાલિકાના કર્મચારીઓ, અથવા બૂટલેગર, તેઓ ફંડ સીધું ઓફિસમાં જ આપી આવતા હોય છે, જેનાથી આખો દિવસ કાર્યકરોનો ચા-નાસ્તાનો ખર્ચ નીકળી જાય છે.' વાતચીત દરમિયાન વેપારીઓ જ્યારે સંપત ચૌધરીને એવી વિનંતી કરી કે અમને એકવાર શ્રવણ જોષી સાથે મુલાકાત કરાવી આપો, ત્યારે તે કહે છે કે, 'પૈસા પહોંચી જશે તો કોઈ તકલીફ આવશે નહીં.' વીડિયોમાં સંપત ચૌધરી મોબાઈલમાં આખી વિગત અને વેપારીનું નામ પણ લખતો જોવા મળે છે.

સંપત ચૌધરીનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો પૈસા લેતા વીડિયો બાદ સંપત ચૌધરીનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે કબૂલાત કરી રહ્યો છે કે, 'હું શ્રવણ જોષીના કહેવા પર અનાજની દુકાન પર જતો હતો. અમે 25-25 હજારના હપ્તા બાંધ્યા હતા. અત્યાર સુધીમાં અમે દોઢ લાખ રૂપિયા લીધા છે. આમાં મારો કોઈ ભાગ નથી, બધા જ પૈસા શ્રવણભાઈના છે.'આ વીડિયોએ શ્રવણ જોષીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
આરોપી દુકાનદારનો કાળાબજારી કરે છેના આક્ષેપ સાથે વીડિયો બનાવતો શ્રવણ જોષીની કામ કરવાની પદ્ધતિ એકદમ પ્રોફેશનલ ગુનેગાર જેવી હતી. તે 'આપ'નો ખેસ પહેરીને સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનો પર જતો હતો. ત્યાં તે ગ્રાહકોની વચ્ચે જઈને એવો ડોળ કરતો હતો કે તે દુકાનદારની ગેરરીતિઓ પકડી રહ્યો છે. તે મોબાઈલ કાઢીને દુકાનદાર અનાજ ઓછું જોખે છે અથવા કાળાબજારી કરે છે તેવા આક્ષેપ સાથે લાઈવ વીડિયો બનાવતો. વીડિયોમાં તે મોટા અવાજે બૂમો પાડીને આસપાસના લોકોને ઉશ્કેરતો, જેથી વેપારી દબાણમાં આવે અને તેની સામાજિક પ્રતિષ્ઠા ખરડાય. વીડિયો વાઇરલ કર્યા પછી, તે વેપારીને ધમકાવતો કે તેનું લાયસન્સ રદ કરાવી દેશે. ત્યારબાદ તે 'સેટલમેન્ટ' માટે પોતાના સાગરીત સંપત ચૌધરીનો સંપર્ક કરવા કહેતો.
'તારા જેવા વેપારીઓને સીધા કરતા મને આવડે છે, તાળા મરાવી દઈશ' લિંબાયત સંજયનગર સોસાયટીમાં રહેતા 27 વર્ષીય નિલેશ મોરે, જેઓ મારુતિનગર પાસે સસ્તા અનાજની દુકાન ચલાવે છે, તેમણે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. 13મી ઓક્ટોબરે જ્યારે નિલેશભાઈ તેમની માતા સાથે દુકાને હતા, ત્યારે શ્રવણ જોષી ત્યાં ધસી આવ્યો હતો. કોઈપણ પુરાવા વગર તેણે વેપારીને 'ચોર' અને 'કાળાબજારી કરનાર' કહીને અપમાનિત કર્યા હતા. શ્રવણ જોષીએ ધમકી આપી હતી કે, 'તારા જેવા વેપારીઓને સીધા કરતા મને આવડે છે, તારી દુકાનને તાળા મરાવી દઈશ.' આટલું કહીને તેણે ફેસબુક પર વીડિયો વાઇરલ કરી દીધો. ગભરાયેલા વેપારીએ જ્યારે સમાધાનની વાત કરી, ત્યારે શ્રવણ જોષીએ પોતાના ખાસ સાગરીત સંપત ચૌધરીને મોકલ્યો હતો.
આ કેસમાં સૌથી મજબૂત પુરાવો વેપારીએ પોતે તૈયાર કર્યો સંપત ચૌધરીએ વેપારી પાસે દર મહિને 50 હજાર રૂપિયાના હપ્તાની માંગણી કરી હતી. વાટાઘાટો બાદ, ગોડાદરા વિસ્તારના એક હોલ પાસે 16મી ડિસેમ્બરે સંપત ચૌધરી પૈસા લેવા આવ્યો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સંપત ચૌધરી પીળા રંગની ટી-શર્ટ પહેરીને બાઈક પર બેઠો છે. તે દરમિયાન વેપારી તેને રોકડા રૂ. 1,00,000 આપી રહ્યો છે. વીડિયોમાં 10 જેટલી દુકાનો પાસેથી કુલ 3.5 લાખ રૂપિયા ખંડણી પેટે વસૂલવાની વાતચીત પણ સંભળાય છે.