Loading...

પાકિસ્તાનને હથિયાર આપનાર દેશે કર્યો મધ્યસ્થીનો દાવો:ટ્રમ્પ બાદ હવે ચીન ભારત-પાક યુદ્ધવિરામનું શ્રેય લેવા મેદાને, ભારતનો સ્પષ્ટ જવાબઃ કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી

ભારત કહી ચૂક્યું છે- યુદ્ધવિરામમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી

ચીન અને ટ્રમ્પના દાવાઓથી વિપરીત ભારત સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે કે આ સમગ્ર મામલામાં કોઈપણ ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહોતી. ભારતનું કહેવું છે કે આ તણાવ સીધો ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચેની વાતચીતથી જ સમાપ્ત થયો.

ભારત અનુસાર, ભારે નુકસાન થયા પછી પાકિસ્તાનના સૈન્ય અધિકારીએ ભારતીય સૈન્ય અધિકારીનો સંપર્ક કર્યો હતો. ભારતનું કહેવું છે કે પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સે ભારતીય DGMO સાથે વાત કરી અને ત્યાર બાદ બંને દેશોએ 10 મેથી જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતી સધાઈ.

ચીનના આ નવા દાવા પછી તેની ભૂમિકા અંગે ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે ચીન અને પાકિસ્તાનના સંબંધો ખૂબ નજીકના માનવામાં આવે છે. ચીન પાકિસ્તાનને સૌથી વધુ હથિયારો આપનારો દેશ છે, તેથી તેના પર સવાલો ઊઠતા રહ્યા છે કે તે આ મામલે કેટલો નિષ્પક્ષ રહી શકે છે.

ચીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો

નવેમ્બરમાં આવેલા એક અમેરિકી રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઓપરેશન સિંદૂર પછી ચીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ્સ દ્વારા AI દ્વારા બનાવવામાં આવેલી ખોટી તસવીરો ફેલાવવામાં આવી હતી, જેનો હેતુ ભારત દ્વારા ઉપયોગમાં લેવાતાં ફ્રાન્સનાં રાફેલ લડાકુ વિમાનોની છબિને નુકસાન પહોંચાડવાનો અને ચીનનાં પોતાનાં J-35 વિમાનને પ્રોત્સાહન આપવાનો હતો.

રાજદ્વારી સ્તરે જોઈએ તો જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું એ જ દિવસે ચીને સંયમ રાખવાની અપીલ કરી હતી, જોકે ચીને ભારતની સૈન્ય કાર્યવાહી પર ચિંતા પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

આતંકવાદીઓનાં ઠેકાણાં પર હુમલાથી શરૂઆત

ભારતે પાકિસ્તાન પર હુમલાની શરૂઆત 6 અને 7 મેની રાતથી કરી. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. આ ઠેકાણાંમાં પાકિસ્તાનના પંજાબ રાજ્યના બહાવલપુર અને મુરીદકે જેવા વિસ્તારો પણ સામેલ હતા.

તેના જવાબમાં 8 મેની સાંજે પાકિસ્તાને ભારતના એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તેણે તુર્કીે અને ચીનનાં ડ્રોનનો ઉપયોગ કર્યો, પરંતુ એમાં તેને સફળતા મળી નહીં.

ભારતની વાયુ રક્ષા સંપૂર્ણપણે સક્રિય હતી અને નાનાં હથિયારોથી લઈને મોટી એર ડિફેન્સ સિસ્ટમ સુધી દરેક હથિયાર તૈયાર હતું. આ હથિયારોએ પાકિસ્તાનનાં ડ્રોનને ઘણું નુકસાન પહોંચાડ્યું.

ભારતીય સેનાએ પણ સરહદની બીજી તરફ ભારે તોપો અને રોકેટ લોન્ચરોનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેનાને ખરાબ રીતે વ્યસ્ત રાખી અને તેને મોટું નુકસાન પહોંચાડ્યું.