Loading...

વિસનગરમાં ઈકો કારની ટક્કરે યુવક ઘાયલ:9 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ, તપાસ શરૂ

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી સંકેતભાઈ કિર્તીભાઈ પટેલ ગત તારીખ 21 ડિસેમ્બર, 2025ના રોજ સાંજના સમયે પોતાની મોટરસાયકલ (GJ-02-AB-5087) લઈને કડા ચોકડીથી દીપડા દરવાજા તરફ જઈ રહ્યા હતા. ઉમા ગાર્ડન પાસે પહોંચતા, GJ-02-BE-3119 નંબરની ઈકો ગાડીના ચાલક અમરતજી ગણપતજી ઠાકોરે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સંકેતભાઈની બાઈકને ડાબી બાજુથી ટક્કર મારી હતી.

ટક્કર વાગતા સંકેતભાઈ ડિવાઈડર પર પછડાયા હતા, જેના કારણે તેમને જમણા હાથે ફ્રેક્ચર થયું હતું અને ઢીંચણ તેમજ કમરના ભાગે પણ ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જનાર ઈકો ચાલક પોતે જ તેમને સારવાર માટે એસ.કે. નુતન જનરલ હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ બનાવ અંગે સંકેતભાઈએ 30 ડિસેમ્બરના રોજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિસનગર શહેર પોલીસે આ મામલે અમરતજી ગણપતજી ઠાકોર (રહે. ભુણાવ, તા. ઊંઝા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.