Pariksha Pe Charcha 2026 : તમારે પીએમ મોદીને પરીક્ષાના તણાવ સંબંધિત પ્રશ્ન પુછવો છે ? તો આ રીતે કરો રજીસ્ટ્રેશન
પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની 9મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો 11 જાન્યુઆરી, 2026 સુધી સત્તાવાર વેબસાઇટ, innovateindia1.mygov.in/ppc-2026 ની મુલાકાત લઈને PPC 2026 કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વાર્ષિક ધોરણે બોર્ડ પરીક્ષાઓ પહેલાં યોજવામાં આવે છે, જ્યાં PM મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાના તણાવને દૂર કરવા માટે વાર્તાલાપ કરે છે. ચાલો જાણીએ કે PPC દરમિયાન વિદ્યાર્થીઓ PM મોદીને પ્રશ્નો કેવી રીતે પૂછી શકે છે.
પરીક્ષા પે ચર્ચા કેન્દ્ર સરકારની વ્યાપક "પરીક્ષા વોરિયર્સ" પહેલનો એક ભાગ
પરીક્ષા પે ચર્ચા કેન્દ્ર સરકારની વ્યાપક "પરીક્ષા વોરિયર્સ" પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય પરીક્ષા સંબંધિત ચિંતા ઘટાડવા અને તણાવમુક્ત તૈયારી માટે વિદ્યાર્થીઓને ટેકનોલોજી સાથે ટેકો આપવાનો છે. આ કાર્યક્રમ દેશભરના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને PM સાથે લાઇવ વાતચીત માટે એકસાથે લાવે છે.
