Loading...

Indore Bhagirathpura Water Crisis: ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 8ના મોતનો દાવો, 2 ઓફિસર સસ્પેન્ડ

દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના ભગીરથપુરા વિસ્તાર હાલમાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે. દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુઆંક અંગે સ્થાનિક રહેવાસીઓ અને વહીવટી તંત્ર વચ્ચે હવે સંઘર્ષ ઉભો થયો છે. રહેવાસીઓ 8 મૃત્યુનો દાવો કરે છે, જ્યારે સરકારી રેકોર્ડમાં ફક્ત ત્રણ જ મૃત્યુની પુષ્ટિ થઈ છે. મુખ્યમંત્રી મોહન યાદવે આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરી છે અને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
 

દૂષિત પાણી પીવાથી મોત- સ્થાનિક 

સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે દૂષિત પાણી પીવાથી થતી ઉલટી અને ઝાડાને કારણે ઇન્દોરમાં 8 લોકોના મોત થયા છે જોકે વહીવટીતંત્રે ત્રણ મૃત્યુની પુષ્ટિ કરી છે. બુધવારે મેયર પુષ્યમિત્ર ભાર્ગવે સાત મૃત્યુ સ્વીકાર્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી બીમાર પડ્યા પછી એક અઠવાડિયામાં છ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા છે.

દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે: મુખ્યમંત્રી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારોને ₹2 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર તમામ દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

2 સસ્પેન્ડ એકની સેવા સમાપ્ત કરવામાં આવી 

એક અધિકારીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ઝોનલ અધિકારી અને ભગીરથપુરામાં એક સહાયક ઇજનેરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે એક ઇન્ચાર્જ સબ-ઇજનેરની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પાણીના દૂષણને કારણે થયેલા મૃત્યુના આરોપોની તપાસ માટે ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.