PM મોદી આવશે ગુજરાત, રાજકોટમાં રોડ શો યોજશે
સૌરાષ્ટ્ર–કચ્છ રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે
રોડ શો બાદ બપોરે 3.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદી મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર–કચ્છ રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ સમિટ 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસ સુધી ચાલશે. જેમાં ભારત સહિત 22 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા અને રવાન્ડા જેવી દેશોને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડવામાં આવ્યા છે.
સૂચનો માંગવામાં આવ્યા
રોડ-શોના રૂટ અંગે RMCના પદાધિકારીઓ પાસે સૂચનો પણ માંગવામાં આવ્યા છે. સમિટમાં અત્યાર સુધીમાં 6,364 ઉદ્યોગકારોના રજીસ્ટ્રેશન થયા છે. MSME, કુટિર ઉદ્યોગ, હસ્તકલા, ઓટોમોબાઇલ અને સિરામિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ મળશે. અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ્સ જેવી મોટી કંપનીઓ પણ ભાગ લેશે.આ રિજનલ વાયબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર–કચ્છના બે લાખથી વધુ ઉદ્યોગકારોને નવા રોકાણ, રોજગાર અને વિકાસની તકો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
