થાઈલેન્ડમાં ભારતીય ટૂરિસ્ટ પર જીવલેણ હુમલો, VIDEO:મસાજ કરાવ્યા બાદ પેમેન્ટ ચૂકવવાની ના પાડી, ટ્રાન્સજેન્ડર મહિલાઓના જૂથે ગાડીમાંથી બહાર ખેંચી ધીબેડી નાખ્યો
સર્વિસ પછી પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો!
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનામાં સામેલ વ્યક્તિની ઓળખ 52 વર્ષીય ભારતીય નાગરિક રાજ જસુજા તરીકે થઈ રહી છે. રાજ જસુજાએ કથિત રીતે બોયગર્લ પાસેથી સર્વિસ લીધા પછી નક્કી કરેલી રકમ ચૂકવી ન હતી, જેના પછી ત્યાં હાજર ટ્રાન્સવુમનના એક જૂથે તેના પર હુમલો કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર લોકોની હાજરી હોવા છતાં મારપીટ ચાલુ રહી અને આસપાસ ઉભેલા લોકો તમાશો જોતા રહ્યા. વીડિયોમાં ટ્રાન્સવુમનનું જૂથ વ્યક્તિને ખૂબ જ ખરાબ રીતે મારતું દેખાઈ રહ્યું છે. તેઓએ જસૂજાને કારમાંથી બહાર ખેંચીને માર માર્યો. બાદમાં ઇમરજન્સી રેસ્ક્યુ ટીમે તેમને બચાવ્યા. જસૂજાના ચહેરા અને માથામાં ઈજા થઈ હતી.
તેમને સારવાર માટે પટ્ટામાકુન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. થાઈ પોલીસે જણાવ્યું છે કે જસૂજા સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેમને ઔપચારિક ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવશે. આ પછી, મામલાની તપાસ થાઈ કાયદા હેઠળ કરવામાં આવશે.
