Loading...

Women’s health : જો તમને પીરિયડ્સ વગર બ્લીડિંગ થઈ રહ્યું છે, તો તેની પાછળના કારણો જાણો

પીરિયડ્સ દરમિયાન મહિલાને 5 થી 7 દિવસ સુધી બ્લીડિંગ થાય છે.આવું થવું નોર્મલ છે. ક્યારેક ક્યારેક સ્ટ્રેસ કે દવા લેવાના કારણે પીરિયડ્સનો ફ્લો અને તારીખમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ ક્યારેક ક્યારેક આવું કોઈ બીમારીને કારણે પણ થઈ શકે છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સ ન હોવા છતાં ક્યારેક ક્યારેક બ્લીડિંગ થાય છે. આ યોગ્ય નથી.

જો તમારી સાથે પણ આવું થયું તો આને નજર અંદાજ ન કરો. ડોક્ટર પાસે જઈ તપાસ કરો. આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું કે,પીરિયડ્સ વગર બ્લીડિંગ થવાના કારણો ક્યા ક્યા છે.

સૌથી પહેલું કારણ ઈન્ફેક્શન છે. પીરિયડ્સ ન હોવા છતાં જો તમને બ્લીડિંગ થઈ રહ્યું છે. તો આ યોગ્ય નથી. જો બ્લીડિંગ યીસ્ટ ઈન્ફેક્શનના કારણે થઈ શકે છે. યીસ્ટ ઈન્ફેક્શન થવા પર મહિલાને બ્લીડિંગ થાય, સોજો આવે તેમજ અસામાન્ય વજાઈનલ ડિસ્ચાર્જ જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે. યીસ્ટ ઈન્ફેકશન થવા પર મહિલાને અસ્વસ્થતાનો અનુભવ થાય છે. તેથી, મોડું કર્યા વિના ડૉક્ટરનો સંપર્ક કરવો મહત્વપૂર્ણ છે.

ઈજા થવી. કેટલીક વખત ઈજા થવાથી વજાઈનલ બ્લીડિંગ થવા લાગે છે. આ પીરિયડ્સમાં થનારા બ્લીડિંગથી અલગ છે. ડોક્ટર કહે છે કે, કેટલીકવાર, સેક્સ દરમિયાન યોનિમાર્ગમાં બાહ્ય વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ બ્લીડિંગ થઈ શકે છે. આનાથી મહિલાને ખૂબ દુખાવો થાય છે. ક્યારેક ઈજા ખૂબ જ જીવલેણ બની શકે છે. તેથી, ઈજાના કિસ્સામાં, મહિલાએ સારવાર કરાવવામાં મોડું ન કરવું જોઈએ.

કેટલીક વખત મહિલાને પીરિયડ્સ વચ્ચે બ્લીડિંગ થાય છે. આનો મતલબ એ છે કે, એક મહિનામાં 2 વખત બ્લીડિંગ થાય છે. પીરિયડ્સ વચ્ચે બ્લીડિંગ થવાનું કારણ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પણ હોય શકે છે. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓને કેટલીક એવી પ્રકિયામાંથી પસાર થવું પડે છે. જેના કારણે મહિલાને વજાઈનલ બ્લીડિંગ થઈ શકે છે. આ સાથે પેટમાં દુખાવો પણ થઈ શકે છે. જોકે, આ તબીબી દેખરેખ હેઠળ થવું જોઈએ. તેથી, જો કોઈ મહિલાના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર થાય, તો તેણે ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

કેટલીક વખત હોર્મોનમાં ફેરફાર થવાના કારણે મહિલાને પીરિયડ્સ વચ્ચે બ્લીડિંગ થઈ શકે છે. હોર્મોનમાં ફેરફાર અનેક કારણથી થઈ શકે છે. જેમ કે, સ્ટ્રેસ, કંટઆસેપ્શન,મોનોપોઝ વગેરે, જો તમને વજાઈનલ ઈન્ફેક્શન નથી અને ઈજા થઈ નથી. તેમ છતાં બ્લીડિંગ થઈ રહ્યું છે. તો આ પીરિયડ્સ નથી. હોર્મોનમાં ફેરફાર થવાના કારણે પણ બ્લીડિંગ થઈ શકે છે.

Image Gallery