જમ્મુ-કાશ્મીરના ડોડામાં મીની બસ ખીણમાં ખાબકી:5ના મોત, 16 ગંભીર રીતે ઘાયલ; 21 લોકો સવાર હતા
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક મીની બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત સ્થળેથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
જિલ્લાના મુખ્ય મેડિકલ અધિકારી (CMO) એ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.
મંગળવારે ડોડા-બારથ રોડ પર પોંડા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. મિની બસ રસ્તા પરથી સરકીને ઊંડી ખીણમાં પડી ગઈ હોવાનું જાણવા મળે છે. બસમાં 21 લોકો સવાર હતા. બચાવ કામગીરી ચાલુ છે.
સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને બચાવ્યા હતા.
આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા.