Loading...

બાંગ્લાદેશને ભારતમાં જ રમવી પડશે વર્લ્ડ કપ મેચ:ICCએ સ્થળ બદલવાની માગ ફગાવી, નહીં રમે તો પોઇન્ટ્સ કપાશે

શું છે આખો વિવાદ? 16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાના કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યારસુધી ત્યાં 6 હિંદુની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો.

બાંગ્લાદેશે IPL પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યો

KKR દ્વારા મુસ્તફિઝુરને રિલીઝ કર્યા પછી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની સરકારે IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો, સાથે જ ભારતમાં વર્લ્ડ કપ મેચ રમવાનો પણ ઇનકાર કર્યો અને ICCને સ્થળ બદલવા માટે ઇ-મેલ મોકલ્યો.

ગ્રુપ-સીમાં છે બાંગ્લાદેશ ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રુપ-સીમાં રાખવામાં આવ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડીઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યારે ટીમની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે થશે.

પાકિસ્તાન પણ ભારતમાં નહીં રમે T-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પહેલાંથી જ પોતાની મેચો શ્રીલંકામાં શિફ્ટ કરી ચૂક્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય વિવાદોને કારણે બંને ટીમો એકબીજાના દેશમાં ક્રિકેટ રમતી નથી.

ભારતે ગયા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનમાં રમી ન હતી. હવે પાકિસ્તાન પણ ભારતમાં T-20 વર્લ્ડ કપની મેચો નહીં રમે. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાન મેચ પણ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.