Loading...

ગીર સોમનાથમાં 7 નબળા પુલો પર ભારે વાહનોની અવરજવર બંધ

ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં 7 પુલો નબળા જણાયા છે. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યા મુજબ, જિલ્લામાં કુલ 45થી વધુ પુલોની તપાસ કરવામાં આવી છે. નબળા પુલોમાં ઉના ખાતે મચ્છુન્દ્રી નદી પરનો પુલ, કાજલી એપીએમસી પાસે હિરણ નદી પરનો પુલ, તાલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને એક ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકનો પુલનો સમાવેશ થાય છે. આ તમામ પુલો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સલામતીના પગલાં રૂપે પુલોના બન્ને છેડે બેરિયર લગાવવાનું કામ ચાલી રહ્યું છે. દેવકા નદી પરના એક પુલનું એપ્રન ધોવાઈ જતાં તેની મરામતનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકના ત્રણ નબળા પુલોના સમારકામ માટે સૂચનાઓ આપવામાં આવી છે. તાલાળામાં નવા પુલની મંજૂરી મળી ગઈ છે અને તેનું સોઈલ ટેસ્ટિંગ પૂર્ણ થયું છે. બાકીના બે પુલોના રિપેરિંગ માટે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને સૂચના આપવામાં આવી છે. આ કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.