મુન્દ્રા-ભુજ હાઈવે પર બરાયા બ્રિજ ભારે વાહનો માટે બંધ
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા બરાયા બ્રિજને જિલ્લા વહીવટીતંત્રે જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે બંધ કર્યો છે. માર્ગ અને મકાન વિભાગે વાહનચાલકોની સલામતી માટે બ્રિજ પર પથ્થરોની આડશ મૂકી છે.
વિભાગે ભારે વાહનોના પ્રવેશને રોકવા હાઈટ બેરિયર પણ મૂક્યા છે. વાહનચાલકોના હિતમાં વૈકલ્પિક માર્ગ નિયત કરવામાં આવ્યો છે. આ સાથે બ્રિજ પર ચેતવણીસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકારની સૂચના મુજબ સમગ્ર રાજ્યમાં બ્રિજ અને પુલનું ઈન્સ્પેક્શન ચાલી રહ્યું છે. ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ જોખમી અને પ્રતિબંધિત બ્રિજ પરથી ભારે વાહનો ન પસાર થાય તે માટે સલામતીના પગલાં લઈ રહ્યું છે.