સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન હવે અમદાવાદમાં
ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી લાંબું નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4500 સ્કવેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.ગ્લો ગાર્ડનમાં મુકાયેલાં વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીને અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઊઠશે. અમદાવાદમાં આજે યોજાનારા શહેરી વિકાસ 2025 અંતર્ગતના કાર્યક્રમમાં અર્બન ડેવલોપમેન્ટ એક્શન પ્લાન, પોલીસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટીસીસ અને અર્બન ગ્રીનીંગ પોલીસી મેઝર્સ ફોરએ ગ્રીનર અમદાવાદનું અનાવરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ટાગોર હોલમાં કાર્યક્રમ યોજાશે
વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત ગુજરાતનો સૌપ્રથમ કાર્યક્રમ અમદાવાદના પાલડી ખાતે આવેલા ટાગોર હોલમાં આજે 19 જુલાઈના રોજ યોજાશે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યો અને સાંસદ સભ્યો તેમજ ભાજપના નેતાઓ- કાર્યકર્તાઓ હાજર રહેશે.
4500 સ્કવેર મીટરમાં 3 કરોડના ખર્ચે બનેલા ગ્લો ગાર્ડનને લોકો માટે ખુલ્લો મુકાશે
અમદાવાદીઓએ હવે ગ્લો ગાર્ડન ( નાઈટ ફ્લાવર પાર્ક) જોવા માટે સ્ટેચ્ચૂ ઓફ યુનિટી જવાની જરૂર નહીં પડે. અમદાવાદના રિવરફ્રન્ટ પર અંદાજિત ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલો ગ્લો ગાર્ડન આજથી ખુલ્લો મૂકવામાં આવશે. ગ્લો ગાર્ડનમાં મુકાયેલાં વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીને અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઊઠશે. બાળકોને તો અહીં આવતા જ મોજ પડી જાય તેવા કાર્ટૂનના સ્કલ્પચર પણ મુકાયાં છે.
હવે ગ્લો ગાર્ડન જોવા SoU નહીં જવું પડે
જો હવે તમારે નાઈટ ફ્લાવર પાર્ક એટલે કે ગ્લો ગાર્ડન જોવો હોય તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ધક્કો ખાવો નહીં પડે કારણ કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ખાતે નાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે. વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર સાથે LED લાઈટથી આ ફ્લાવર પાર્ક સુશોભિત કરવામાં આવ્યો છે.
ગ્લો ગાર્ડન નિહાળવા કેટલા રૂપિયા ખર્ચવા પડશે?
રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનનો ફ્લાવર પાર્કમાં જ સમાવેશ કરવામાં આવેલ હોવાથી ફક્ત રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન કે ફકત ફ્લાવર પાર્કની અલગથી ટિકિટ મળશે નહી. વિકલાંગ વ્યક્તિઓ તેમજ 3 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે.રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલની ટિકિટ રાત્રે 10 વાગ્યા સુધીજ ઇસ્યુ કરવામાં આવશે. ટિકિટના દર નીચે મુજબ રહેશે.
અમદાવાદના ડેવલોપમેન્ટ એક્શન પ્લાન અને ગુડ કન્સ્ટ્રક્શન પોલિસી જાહેર થશે
અમદાવાદના ટાગોર હોલમાં યોજાનારા કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તૈયાર કરવામાં આવેલા અર્બન ડેવલોપમેન્ટ એક્શન પ્લાન, પોલીસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટીસીસ અને અર્બન ગ્રીનીંગ પોલીસી મેઝર્સ ફોરએ ગ્રીનર અમદાવાદનું અનાવરણ કરવામાં આવશે. ગ્લો ગાર્ડન ઉપરાંત RTO ખાતે ભારતના પ્રથમ 'ઈલેક્ટ્રિક બસો માટે સૌર ઉર્જાથી ચાલતા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશન'નું ઈ-લોકાર્પણ કરવામાં આવશે.
વધુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને International Council for Local Environmental Initiatives દક્ષિણ એશિયા વચ્ચે "Implementing Swiss Agency for Development and Cooperation funded Project: "Capacity Building Project on Low Carbon and Climate Resilient City Development in India" - Phase III (CapaCITIES Phase III ) "અંતર્ગત થયેલા સમજૂતી કરારનું આદાન-પ્રદાન કરવામાં આવશે.
સ્વચ્છતામાં નંબર 1 બનતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાશે
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 વર્ષમાં અમદાવાદ શહેરને ભારતનું નંબર 1 સ્વચ્છ શહેર તરીકેનું ગૌરવ પ્રાપ્ત મળ્યું છે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં સફાઈની ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારી- અધિકારીઓને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવશે.