Loading...

ઇન્ડિગોની ફ્લાઇટ 40 મિનિટ સુધી હવામાં ફરતી રહી:ટેકનિકલ ખામીને કારણે પરત ફર્યા

રવિવારે ઇન્ડિગોની એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાન લગભગ 40 મિનિટ સુધી હવામાં ફરતું રહ્યું. ત્યારબાદ તે તિરુપતિ પાછું ફર્યું.

એર ટ્રાફિક ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટ રડાર 24 અનુસાર, એરબસ A321neo વિમાને તિરુપતિ એરપોર્ટથી સાંજે 7:42 વાગ્યે ઉડાન ભરી હતી અને રાત્રે 8:34 વાગ્યે પરત ફર્યું હતું.

આ તિરુપતિથી હૈદરાબાદની દિવસની છેલ્લી સુનિશ્ચિત ફ્લાઇટ હતી, જે રદ કરવામાં આવી હતી. આ બાબતે ઇન્ડિગો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

મુસાફરોએ ફ્લાઇટનું શિડ્યૂલ ફરીથી ગોઠવવાની માગ કરી

આ ફ્લાઇટ સંબંધિત એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આમાં, કેટલાક મુસાફરો એરલાઇન સ્ટાફ પાસેથી ફરીથી શિડ્યૂલ બનાવવાની માગ કરી રહ્યા છે. ઇન્ડિગોની વેબસાઇટ અનુસાર, ફ્લાઇટ તિરુપતિથી સાંજે 7:20 વાગ્યે ઉપડે છે અને રાત્રે 8:30 વાગ્યે હૈદરાબાદ પહોંચે છે.

ફ્લાઇટ રિફંડના અન્ય કિસ્સાઓ...

19 જુલાઈ: એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે પાછી ફરી. 19 જુલાઈના રોજ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ ટેકઓફ કર્યાના માત્ર 16 મિનિટ પછી હૈદરાબાદ પાછી ફરી હતી. બોઇંગ 737 મેક્સ 8 IX110 વિમાને સવારે 6:40 વાગ્યે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી.

ફ્લાઇટ સવારે 11:45 વાગ્યે થાઇલેન્ડના ફુકેટમાં ઉતરવાની હતી. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પાઇલટ ફ્લાઇટને હૈદરાબાદ પાછી લાવ્યો. વિમાનમાં ટેકનિકલ ખામી હતી, જોકે ખામીનો પ્રકાર સત્તાવાર રીતે જાણી શકાયો નથી.

16 જુલાઈ: ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6271ને બુધવારે રાત્રે 9:53 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. ન્યૂઝ એજન્સી PTiએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે ફ્લાઈટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. વિમાનમાં 191 લોકો સવાર હતા.

જોકે, ઇન્ડિગોએ એન્જિન ફેલિયરની પુષ્ટિ કરી નથી. એરલાઇન કંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે દિલ્હીથી ઉડાન ભરતી વખતે ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. પ્રોટોકોલ મુજબ, વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

15 જુલાઈ: પટનામાં રન-વેને ટચ કર્યા પછી ઇન્ડિગો ફ્લાઇટ ફરીથી ઉડાન ભરી

15 જુલાઈના રોજ દિલ્હીથી પટના પહોંચેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E2482, લેન્ડિંગ દરમિયાન રન-વેને ટચ કર્યા પછી ફરીથી ઉડાન ભરી હતી. પછી, ત્રણ-ચાર રાઉન્ડ કર્યા પછી, ફ્લાઇટ 5 મિનિટ પછી ફરીથી ઉતરી ગઈ. આ સમય દરમિયાન, 173 મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે દિલ્હીથી પટના આવ્યા પછી, પાઇલટે વિમાનને લેન્ડ કરાવ્યું. જોકે, વિમાન ટચ પોઇન્ટ થોડું આગળ નીકળી ગયું. એટલે કે, તે રન-વે પર ઉતરાણ માટે નિર્ધારિત પોઇન્ટને પાર કરી ગયું.