Loading...

બાંગ્લાદેશમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન સ્કૂલ પર પડ્યું:1નું મોત, 26 ઘાયલ

બાંગ્લાદેશની વાયુસેનાના એક ટ્રેઈની વિમાન ઢાકા સ્કૂલ પર પડ્યું છે. APના રિપોર્ટ પ્રમાણે દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થઈ ગયું છે. જ્યારે 26 લોકો ઘાયલ થયા છે.

હઝરત શાહ જલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક સીનિયર અધિકારીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.

દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ છે. ઓફિશિયલી હજુ ઘાયલોની સંખ્યા જણાવવામાં આવી નથી. સ્થાનિક મીડિયા પ્રમાણે ચાર ઘાયલોને વાયુસેનાના એક હેલિકોપ્ટરથી આર્મી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

બાંગ્લાદેશી સેનાએ દુર્ઘટનામાં વાયુસેનાના F-7 BGI વિમાનના ક્રેશ થવાની જાણકારી આપી છે.

આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને બચાવ કામગીરી માટે બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.