Loading...

જેલમાં જીવન પરિવર્તન અને જીવન ઘડતર ! કેદીઓએ ધોરણ-10 અને 12ની પરીક્ષા કરી પાસ

જેલમાં બંધ કેદીઓનો જીવન જીવવાનો અભિગમ બદલાઇ રહ્યો છે.જેલમાં સજા કાપતા કેદીઓનું જીવન પરિવર્તન થઇ રહ્યું છે. ગુનાની દુનિયાથી દુર રહીને જેલમાં કેદીઓને ભણતરનું મુલ્ય સમજાયું છે. ગુજરાતની જેલોમાં સજા કાપી રહેલા 56 કેદીઓએ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપી. જેમાં અમદાવાદ જેલનાં 31 કેદીઓ હતા.

આ 31 કેદીઓમાંથી 25 કેદીઓ બોર્ડની પરીક્ષામાં પાસ થયા. ભણેલા કેદીઓ અથવા તો જે ધોરણ 10 અને 12ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે. તેમનાં માર્ગદર્શન હેઠળ આ કેદીઓ પરીક્ષા આપે છે. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી અને ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમા ગ્રેજ્યુએશન અને પોસ્ટગ્રેજયુએશનની ડીગ્રી માટેના અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવે છે.

કેદીઓએ ધોરણ-10 અને 12ની પરીક્ષા કરી પાસ

આજીવન કેદની સજા ભોગવી રહેલા મહેશજી ઠાકોરે પણ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી. તેમનો દિકરો પણ આ વર્ષે દસમા ધોરણની પરીક્ષા આપી રહ્યો હોવાથી તે બંને વચ્ચે કોણ વધુ ટકા લાવે તેની સ્પર્ધા જામી હતી. મહેશજી ઠાકોરને 43 ટકા આવ્યા જ્યારે તેમના દિકરો ડિસ્ટીંક્શન સાથે 75 ટકા લાવ્યો.

વર્ષો પહેલા શિક્ષણ છો઼ડી દેનાર કેદીઓએ જેલમાં રહીને બોર્ડની પરીક્ષા પાસ કરી છે. જીવનમાં તેમને નવો માર્ગ મળ્યો છે જેના પર તે સફળતાથી આગળ વધે તે માટે તેમને જેલનું તંત્ર પ્રોત્સાહિત કરી રહ્યું છે. જેલમાંથી છુટીને તેમને રોજગાર મળે તેને લઈને ઝુંબેશ શરૂ કરાઇ છે.