પાઇલટે વિમાનને દૂર લઈ જવાની કોશિશ કરી:બાંગ્લાદેશ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 27 પર પહોંચ્યો
સોમવારે બાંગ્લાદેશના ઢાકામાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન F-7 BGI ક્રેશ થતાં 27 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ થયો હતો.
બાંગ્લાદેશી સેનાએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટેક્નિકલ ખામીને કારણે થયો હતો. પાઇલટે વિમાનને વસ્તીથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શાળા સાથે અથડાયું હતું. વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં 25 વિદ્યાર્થીઓ, 1 શિક્ષકો અને પાઇલટનો સમાવેશ થાય છે. અન્ય એક મૃતક વિશે હજુ સુધી માહિતી ઉપલબ્ધ નથી. 171થી વધુ લોકો ઘાયલ થયા છે. 60થી વધુ ઘાયલોને બર્ન ઇન્સ્ટિટ્યૂટમાં રિફર કરવામાં આવ્યા છે.
25થી વધુ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. નાની-મોટી ઇજાઓ પામેલા ઘણા લોકોને ઉત્તરા મેડિકલ કોલેજમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનાને કારણે સરકારે રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો છે. અકસ્માત સમયે સ્કૂલમાં ક્લાસ ચાલુ હતા અને સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા.
આ અકસ્માતમાં પાઇલટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામનું મોત થયું હતું
ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ પુષ્ટિ આપી છે કે ફ્લાઇટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામ વિમાનના પાઇલટ હતા.