Loading...

ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ:બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન

બુધવારે સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે, બિહાર મતદાર ચકાસણી મુદ્દા પર હોબાળો થયો. વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા વેલમાં આવ્યા. તેમણે કાળા વાવટા ફકાવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શાંત રહેવાની અપીલ કરી હતી.

સ્પીકરે વિપક્ષી સાંસદોને સૂત્રોચ્ચાર કરવાની મનાઈ ફરમાવી અને કહ્યું- તમારે સંસદમાં રસ્તા પરના વ્યક્તિ જેવું વર્તન ન કરો. દેશના નાગરિકો તમને જોઈ રહ્યા છે. લોકસભાની કાર્યવાહી 10 મિનિટ સુધી ચાલી, ત્યારબાદ તેને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

પીએમ મોદી પણ સવારે 5 વાગ્યે બ્રિટન જવા રવાના થયા છે, તેઓ બે દિવસના પ્રવાસે છે. ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ પીએમના વિદેશ પ્રવાસને મોટો મુદ્દો બનાવી શકે છે. કારણ કે ઓપરેશન સિંદૂર પર વિપક્ષ ગૃહમાં પીએમ પાસેથી જવાબ માંગે છે.

મંગળવારે વિપક્ષના ઘણા સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં સ્થગિત પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી હતી, જેમાં બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ચર્ચાની માંગ કરવામાં આવી હતી. AAP સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં SIR ના 'બંધારણીય અને ચૂંટણીલક્ષી અસરો' પર ચર્ચા કરવા માટે પ્રસ્તાવની નોટિસ આપી હતી. આજે તેની ચર્ચા થઈ શકે છે.

મંગળવારે ચોમાસુ સત્રના બીજા દિવસે, વિપક્ષી સાંસદોએ બિહારમાં મતદારોની યાદીની ચકાસણી, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગે બંને ગૃહોની અંદર અને બહાર વિરોધ કર્યો. સાંસદોએ પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર પીએમના જવાબ અને ગૃહમાં ચર્ચાની પણ માંગ કરી.