રાજસ્થાનના ઝાલાવાડમાં સ્કૂલ ઇમારત ધરાશાયી, 5 બાળકનાં મોત:30થી વધુ ગંભીર રીતે ઘાયલ
ઝાલાવાડમાં એક સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી 5 બાળકોના મોત થયા છે. આ અકસ્માતમાં 30થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ અકસ્માત શુક્રવારે સવારે મનોહરથાના બ્લોકની પીપલોદી સરકારી શાળામાં થયો હતો.
શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવ્યાં. મનોહરથાના હોસ્પિટલના ડૉ. કૌશલ લોઢાએ જણાવ્યું હતું કે 35 ઘાયલ બાળકોને લાવવામાં આવ્યાં હતાં. આમાંથી 11 ગંભીર રીતે ઘાયલ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે.