ગાંધીનગરમાં હિટ એન્ડ રન:રાંદેસણ પાસે ટાટા સફારી કારના ચાલકે રાહદારી અને વાહનોને અડફેટે લીધા
ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતા આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટાટા સફારી કારના ચાલકે ફૂલસ્પીડમાં કાર હંકારતા રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે નોંધાયેલ છે, અને અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છે.
ચાલકને પોલીસે પકડી પાડ્યોપોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડઅપ કરી લીધો હોવાની વિગત સામે આવી છે.
ઘાયલ લોકોની સારવાર
ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છે અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે.