હિમાચલમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી:7 લોકોના મોત, 27 ઘાયલ
હિમાચલ પ્રદેશના મંડીમાં આજે (ગુરુવારે) સવારે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. 27 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મંડીના SPએ આ વાતની પુષ્ટિ કરી છે.
મૃતકોમાં 4 મહિલાઓ અને 3 પુરુષોનો સામેલ છે. સ્થાનિક પોલીસ અને ગ્રામજનોની મદદથી ઘાયલોને ખીણમાંથી બહાર કાઢીને સરકાઘાટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ 3 લોકોને AIIMS બિલાસપુર રિફર કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બસ નંબર HP-28-A-3717 ગુરુવારે સવારે લગભગ 9 વાગ્યે સરકાઘાટથી દુર્ગાપુર જઈ રહી હતી અને લગભગ 9:45 વાગ્યે, બસ અચાનક બેકાબુ થઈને ખીણમાં ખાબકી હતી.
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
અકસ્માત બાદ લોકોએ ચીસો પાડી હતી. ત્યાં હાજર લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરી હતી અને પોતે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, બસમાં 30 થી 35 મુસાફરો હતા. અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ, ડ્રાઇવરે તીવ્ર વળાંક પર બસ પરનો કાબુ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો.
એસપીએ કહ્યું- 7 લોકોના મોત, 27 ઘાયલ
એસપી મંડી સાક્ષી વર્માએ જણાવ્યું હતું કે 7 મુસાફરોના મોત થયા છે અને 27 મુસાફરો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ ત્રણ લોકોને એઈમ્સ બિલાસપુર રિફર કરવામાં આવ્યા છે.
ધારાસભ્યએ કહ્યું- ન તો અલ્ટ્રાસાઉન્ડ કે ન તો એમ્બ્યુલન્સ
સરકાઘાટના ધારાસભ્ય દલીપ ઠાકુર ઘાયલોની હાલત જાણવા માટે સરકાઘાટ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડ કે એમ્બ્યુલન્સની સુવિધા નથી. તેઓ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે.
બસ અકસ્માતમાં 7 લોકોના મોત પર મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ સરકાઘાટ બસ અકસ્માતમાં 7 લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માતમાં 27 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર સિવિલ હોસ્પિટલ સરકાઘાટમાં ચાલી રહી છે અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને AIIMS બિલાસપુર મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્ર મંડીને મૃતકોના પરિવારજનોને ટૂંક સમયમાં સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો, નાયબ મુખ્યમંત્રી સરકાઘાટ જવા રવાના થયા
અકસ્માતની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી અને પરિવહન મંત્રી મુકેશ અગ્નિહોત્રી શિમલાથી સરકાઘાટ જવા રવાના થયા. સરકાઘાટ જતા પહેલા તેમણે AIIMS બિલાસપુરમાં દાખલ ઘાયલોની ખબર કાઢી હતી.
બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની ઓળખ
1. બલવીર (60) સાજુ રામ ગામ પાટી ભલ્યારા સરકાઘાટ મંડી
2. અંતરીક્ષ (17) કિશોરીલાલ ગામ ગરાડુ સરકાઘાટ
3. બરફી દેવી (80) રૂપ સિંહ ગામ ભલિયાણા સરકાઘાટ
4. ગીતા દેવી (65) વિશન ચંદ ગામ રાસેહદ સરકાઘાટ
5. ડોમા દેવી (70) લસ્કરી રામ ગામ રામેહાદ સરકાઘાટ
6. કલેસી દેવી (60) કાશીરામ ગામ તલગારા સરકાઘાટ
7. સુમન કુમાર (33) જગદીશ ચંદ ગામ મસેરન સરકાઘાટ