પાવાગઢ રોપ-વે સેવા પાંચ દિવસ બંધ:28 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ચાલશે મેઈન્ટેનન્સનું કામ
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી પાંચ દિવસ સુધી રોપ-વે સેવા બંધ રહેશે. ઉષા બ્રેકો કંપની દ્વારા મેઈન્ટેનન્સ કામગીરી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વે સેવા 28 જુલાઈથી 1 ઓગસ્ટ, 2025 સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માં મહાકાળીના દર્શન કરવા આવનારા ભક્તોએ પગથિયાં ચઢીને જવું પડશે.કંપની દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, 'ઉડાન ખટોલા' રોપ-વે સેવાઓ આ પાંચ દિવસ માટે બંધ રહેશે. મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ, 2 ઓગસ્ટ, 2025થી રોપ-વે સેવા રાબેતા મુજબ ફરીથી શરૂ કરવામાં આવશે. ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં આવેલા પ્રવાસન અને ધાર્મિક સ્થળે પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. પાવાગઢ મંદિર પ્રશાસને ભક્તોને આ સમયગાળા દરમિયાન અસુવિધા બદલ ક્ષમા યાચના કરી છે. તેમણે ભક્તોને પગપાળા યાત્રા માટે પૂરતી તૈયારી સાથે આવવા સૂચના આપી છે.