ભાવનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ:તળાજામાં અડધો ઈંચ, પાલીતાણા-મહુવામાં ઝરમર વરસાદ
ભાવનગર જિલ્લામાં દિવસભર ઘનઘોર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. પરંતુ માત્ર 3 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. તળાજા પંથકમાં અડધો ઈંચ (16 MM), પાલીતાણામાં 8 MM અને મહુવામાં 2 MM વરસાદ પડ્યો છે. જિલ્લાના બાકીના 7 તાલુકા કોરા ધાકોર રહ્યા છે.
વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, સિહોર, ગારીયાધાર અને જેસર તાલુકામાં એક પણ ટીપું વરસાદ પડ્યો નથી. આ દરમિયાન ગરમીનો પારો ફરી એક વાર ઊંચકાયો છે. તાપમાનનો પારો 33.9 ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો. રાત્રી અને દિવસના તાપમાનમાં વધારા-ઘટાડાને કારણે લોકો ગરમીથી અકળાયા છે.
છેલ્લા પાંચ દિવસના તાપમાનની વિગતો જોઈએ તો 21 જુલાઈએ મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 85 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. 22 જુલાઈએ મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ભેજનું પ્રમાણ 84 ટકા અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. 23 જુલાઈએ મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ભેજનું પ્રમાણ 72 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક હતી. 24 જુલાઈએ મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. 25 જુલાઈએ મહત્તમ તાપમાન 33.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 89 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.