ઈસ્કોન-સરખેજ વચ્ચે 6 લેન એલિવેટેડ બ્રિજ, પહેલીવાર ઊંઘા-ટીની ટેક્નોલોજી ઓછો ખર્ચ, ઝડપી કામ, વધુ સલામતી
શહેરમાં આ ટેકનોલોજીથી બની રહેલો તે પ્રથમ બ્રિજ છે. આ ટેકનોલોજીમાં સિંગલ પિલર પર ઊંધો ટી મુકાય છે. તેના પર 40 મીટર લાંબા પ્રિકાસ્ટ ગર્ડર ઊંધી ટી કેપ બેરિંગ પર મુકાય છે. 6 લેનની એલિવેટેડ કોરોડિર સિંગલ પિલર પર બની છે. પ્રત્યેક પિલરનો વ્યાસ 2.8 મીટર છે, તે જમીનમાં 8.7 મીટરની લાંબી-પહોળી પાઇલ કેપ સાથે જોડાય છે.
પાઇલ કેપની જાડાઈ 1.9 મીટર છે. 20-22 મીટર ઉંડે લાગેલા 8 પાઇલનું ગ્રુપ ઉપરથી આવતો લોડ જમીનમાં સરખે ભાગે વહેંચશે. કેન્દ્ર-રાજ્ય સરકારની આ બ્રિજમાં 50-50 ટકા ભાગીદારી છે.
બ્રિજની સલામતીમાં વધારો સૌથી મોટું પરિબળ ઊંધા ટીની કેપ બધો લોડ સિંગલ પિલર પર શિફ્ટ કરશે. આ પિલર લોડને પાઇલ કેપ તરફ તબદીલ કરશે અને આ પાઇલ કેપ જમીનમાં 20-22 મીટર ઊંડે પથરાયેલી હોવાથી વજન એક સમાન રૂપે જમીનમાં વહેંચાઈ જશે. જેથી બ્રિજની સલામતી વધી જશે.
વરસાદી પાણીનો નિકાલ રોડની બંન્ને બાજુ બે- બે ડ્રેઈન લાઈન છે. તે 2 હજાર એમએમની મોટી સ્ટોર્મ વોટર લાઈનથી નજીકના તળાવ સાથે જોડાશે.