Loading...

વિરોધના પગલે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ

રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો એ જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધનો સૂર વ્યક્ત કરતાં બે દિવસમાં યુટર્ન લીધો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરાયો છે.

ખાલી પડેલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની કામચલાઉ ભરતીનો નિર્ણય કરાયો હતો 

રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો એ જગ્યા પર વચગાળાની વ્યવસ્થારૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો.

'શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હતી' 

નિવૃત્ત શિક્ષકોની કામચલાઉ ભરતી માટેની જાહેરાત કરાયા બાદ વિરોધના પગલે રાજ્ય સરકારે ભરતીનો નિર્ણય રદ કરવાની જાહેરાત કરી છે. જે પરિપત્ર જાહેર કરાયો છે એમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ જે જગ્યાઓ ખાલી પડી છે એના પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી હતી. એ મૂળ અસરથી રદ કરવામાં આવે છે.

ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી 

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ ખાલી જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની ભરતીની જાહેરાત થતાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં નારાજગીનો સૂર ઊઠ્યો હતો.