ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત્:મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વરસાદથી ડેમની સપાટી 328 ફૂટ પહોંચી
ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક યથાવત જળવાઈ રહી છે. ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
હાલ ઉકાઈ ડેમમાં 40,137 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી માત્ર 800 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના હાથનુર ડેમમાંથી 19,529 ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 34,346 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.વર્તમાન સમયે ઉકાઈ ડેમની સપાટી 328 ફૂટ પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ નિર્ધારિત કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેવાથી આગામી દિવસોમાં ડેમની સપાટીમાં વધુ વધારો થવાની શક્યતા છે.