બજાર દિવસના નીચલા સ્તરથી 350 પોઈન્ટ વધ્યું:સેન્સેક્સમાં 50 પોઈન્ટની તેજી
શુક્રવારે, ઓગસ્ટના પહેલા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 81,230 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 5 પોઈન્ટ વધીને 24,760ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરમાંથી 10 શેરમાં તેજી અને 20 શેરમાં ઘટાડો છે. સન ફાર્માના શેરમાં 5.5% ઘટાડો થયો છે. મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સના શેરમાં પણ લગભગ 2% ઘટાડો થયો છે. HULના શેરમાં 3.85% વધારો થયો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરમાં ઘટાડો અને 13 શેરમાં તેજી છે. NSEના ફાર્મા 2.75%, હેલ્થકેર 2.33% અને મેટલ ઇન્ડેક્સ 1% ઘટ્યા છે. ઓટો, IT અને મેટલ પણ ઘટાડો છે. FMCG 1.39%ની તેજી છે.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડો
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 0.38% ઘટીને 40,914.66 પર અને કોરિયાનો કોસ્પી 2.94% ઘટીને 3,150 પર ટ્રેડ કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.21% ઘટીને 24,720 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.19% ઘટીને 3,566 પર બંધ રહ્યો હતો.
- 31 જુલાઈના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.74% ઘટીને 44,131 પર બંધ થયો. આ દરમિયાન, નેસ્ડેક કમ્પોઝિટ 0.034% ઘટીને 21,122 પર અને S&P 500 0.37% ઘટીને 6,339 પર બંધ થયો.
જુલાઈમાં FIIsએ રૂ. 47,667 કરોડના શેર વેચ્યા
- 31 જુલાઈના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 5,588.91 કરોડના શેર વેચ્યા હતા. તેમજ, સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 6,372.71 કરોડની નેટ ખરીદી કરી હતી.
- જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રૂ. 47,666.68 કરોડના શેર વેચ્યા છે. આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ રૂ. 60,939.16 કરોડની નેટ ખરીદી કરી છે.
- જૂન મહિનામાં, વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 7,488.98 કરોડની રહી હતી. તે જ સમયે, સ્થાનિક રોકાણકારોએ પણ મહિનામાં રૂ. 72,673.91 કરોડની નેટ ખરીદી કરી હતી.
ગઈકાલે બજાર લગભગ 300 પોઈન્ટ ઘટ્યું હતું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફની જાહેરાતની ભારતીય શેરબજાર પર કોઈ અસર દેખાઈ નહીં.
ગુરુવારે (31 જુલાઈ) સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81,186 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 87 પોઈન્ટ ઘટીને 24,768 પર બંધ થયો હતો.
આજે ટ્રેડિંગ દરમિયાન બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. શરૂઆતના ટ્રેડમાં, તે લગભગ 700 પોઈન્ટ ઘટ્યો હતો, પછી 1000 પોઈન્ટ સુધર્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 7 વધ્યા અને 23 ઘટ્યા. NSEના મેટલ, ફાર્મા અને ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં ઘટાડો થયો. FMCG 1.44% વધીને બંધ થયા.