Loading...

રાજકોટના અમરનાથ મંદિરના વિવાદને લઈ પી.ટી. જાડેજા ફરી મેદાને

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બિગબજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં મહાઆરતી મામલે માથાકૂટ થતા ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પી.ટી. જાડેજા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજની ઠેરઠેરથી થયેલી રજૂઆત બાદ સરકારે પી.ટી. જાડેજા સામેની પાસાની અરજી રિવોક કરતા છુટકારો થયો હતો. હવે ફરી પી.ટી. જાડેજા અમરનાથ મંદિર મામલે મેદાનમાં આવ્યા છે.

આજે સ્થાનિક લોકોને સાથે રાખી પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવ્યું હતું. બે દિવસ પહેલા જે લોકો દ્વારા તેમની સામે જે રજૂઆતો કરવામાં આવી છે તે મામલે ન્યાયિક તપાસ કરવાની માગ કરી છે. પીટી જાડેજાએ કહ્યું કે, જે ટ્રસ્ટીઓ 17 વર્ષથી મહાદેવને લોટો ચડાવવા આવ્યા નથી તેઓ મારી સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

ચોક્કસ લોકો ભક્તો પાસેથી 8 થી 10 હજાર રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા તેમજ અમરનાથ મંદિરની આસપાસ રહેતા રહીશો અને શ્રદ્ધાળુઓ આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી રૂબરૂ લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેમને સ્પષ્ટ આક્ષેપ સાથે સામેની વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે મંડળી રચી ભક્તો પાસેથી રૂપિયા 8 થી 10 હજાર ઉઘરાવવામાં આવી રહ્યા છે, જે ગેરવ્યાજબી છે. મારા વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરાવી હતી. આ આખી ટોળકી રાક્ષસી માનસિકતા ધરાવે છે માટે તેમને નસિયત પહોચાડી અમરનાથ મંદિરમાં શાંતિ સ્થપાય અને મંદિરની આજુબાજુના રહીશો તથા
'ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે સેવા આપીને વિકાસ અર્થે સતત સક્રિય રહ્યો છું' ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ પોલીસ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, 2004થી શ્રી અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, રાજકોટની રચના થયા બાદ તેમની કાયદેસર રીતે નોંધણી થયા સમયથી હું ટ્રસ્ટમા પ્રમુખ તરીકે સેવા આપીને ટ્રસ્ટ અને મંદિર તથા મંદિર પરિસરના વિકાસ અર્થે સતત સક્રિય રહીને તમામ પ્રસંગોએ હાજર રહીને એકદમ પારદર્શક હિસાબ-કિતાબ તથા વહીવટ અને વ્યવસ્થા કરી છે. આજ દિવસ સુધી કોઈપણ પ્રકારનો વાદ-વિવાદ કે તકરાર થઇ નથી. અર્જુનભાઈ ટહેલરામ લખવાણી અને હસુભાઈ ભાણજીભાઈ કારેલીયા સક્રિય ન હતા અને તેમને તેમના હોદાની ગરિમા જાળવી નથી અને આજદિન સુધી મંદિરના હિત માટે કોઈપણ કામગીરી કરી નથી કે તેઓ કોઈ જવાબદારી નિભાવતા ન હતા. તે બંને ઘણા વર્ષોથી નિષ્ક્રિય હતા તેમજ છેલ્લા થોડા સમયથી આ બંને કોઇની ચડામણીથી સક્રિય થઈને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભક્તો શાંતિથી મંદિરમાં પ્રવેશી શકે અને દર્શન તથા આરતીનો લાભ લઈ શકે તેવા હેતુથી પણ આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

'પ્રાણઘાતક હથિયારો મંદિરના પરિસરમાં લાવીને લોકોને ધમકાવ્યા' થોડા મહિના અગાઉ મયુરસિંહ રાણા, તીર્થરાજસિંહ હરદેવસિંહ ગોહિલ, ચાંદલીવાળા હઠીસિંહ જાડેજા, જસ્મિન ઉર્ફે લાલો મકવાણા, શૈલેશ ડાંગર તથા તેમની સાથેના અન્ય 10 શખસો કે જેઓ મંદિરમાં કે ટ્રસ્ટમાં કોઈ પ્રકારનો હોદો ધરાવતા નથી કે તેમને મંદિર કે ટ્રસ્ટ સાથે લાગતું- વળગતું નથી. તેઓ ગેરકાયદેસર મંડળી રચીને સમાન ઈરાદો પાર પાડવા માટે થઈને બહારના લોકોને અને ભક્તોને ભોળવીને સ્પેશિયલ પૂજા કરવાનું જણાવીને ભોળા ભક્તો અને તેમની આસ્થાનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે રકમ રૂ.8થી 10 હજાર ઉઘરાવીને ગેરકાયદેસર રીતે આર્થિક સ્વાર્થ સાધતાં હતા.

આ અંગે પૂજારી અને તેમના પત્નીએ તેમને રોકતા તેઓ ઉશ્કેરાય જઈને પૂજારી અને તેમના પરFવારને ધમકાવીને તેઓ સાથે ગાળાગાળી કરીને તેઓના સૂચિત મકાન તોડી નખાવાની ધમકીઓ આપીને મંદિરની બાજુમાં આવેલ બગીચામાં તેઓએ છુપાવેલ પ્રાણઘાતક હથિયારો મંદિરના પરિસરમાં લાવીને તમામને ધમકાવીને ડરનો માહોલ ઊભો કર્યો હતો.

રાજકીય અને પોલીસની લાગવગ અને પૈસાના જોરે મારા ઉપર આધાર-પુરાવા વગરની ફરિયાદ આપી અર્જુનભાઈ ટહેલરામ લખવાણી અને હસુભાઈ ભાણજીભાઈ કારેલીયા સક્રિય ન હોવા છતાં પૂજારી અને તેના પત્નીને ધમકાવી અમે કહીએ તેમજ કરવાનું કહીને અભદ્ર ભાષામાં વાણીવિલાસ કરી ધમકી આપી હતી. આ તમામ ઘટનાઓ અંગે ફરિયાદ ભકતોએ અને પૂજારીએ મને કરતાં પ્રમુખ તરીકે ગેરકાયદેસરની ગેરરીતિઓ મંદિર પરીસરમાં અટકાવવાનું કહ્યું હતું. અર્જુનભાઈ લખવાણી અને હસુભાઈ કારેલીયા કે જેઓ પણ આ ગેરકાયદેસરના કામોમાં ભાગીદાર હોય અને અગાઉના વર્ષોમાં પણ આ રીતે ગેરકાયદેસરની પ્રવૃતિમાંથી આર્થિક સ્વાર્થ સાધતાં હોય તેઓ પોતાની રાજકીય અને પોલીસની લાગવગ અને પૈસાના જોરે મારા ઉપર ખોટી અને બનાવટી વિગતોવાળી અને આધાર-પુરાવા વગરની ફરિયાદ આપી ખોટી રીતે પાસા હેઠળ અટકાયત કરાવી હતી.

સ્થાનિકોને સાથે રાખી પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું આજરોજ હું તથા મંદિરની આજુબાજુના રહીશો તથા ભક્તો પોલીસ કમિશ્નર સાહેબ પાસે રૂબરૂ આવી આ અરજી સ્વરૂપે આવેદન આપી અને આ રાક્ષસી માનસિકતા ધરાવતી ટોળકીને યોગ્ય નસિયતે પહોંચાડી અમરનાથ મંદિરમાં શાંતિ સ્થપાય અને મંદિરની આજુબાજુના રહીશો તથા ભક્તો શાંતિથી મંદિરમાં પ્રવેશી શકે અને દર્શન તથા આરતીનો લાભ લઈ શકે તેમજ ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા અડગ રહી શકે તેવા હેતુથી પણ આ ટોળકી સામે ધોરણસરની કાર્યવાહી કરવા અમો તમામની નમ્ર અરજ છે.


Image Gallery